ભારતીય અમેરિકન બિલિયોનેર બિઝનેસમેન વિનોદ ખોસલાએ ભારતમાં હોસ્પિટલ્સને મેડિકલ ઓક્સિજનના સપ્લાય માટે 10 મિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે.
ભારતમાં કોરોના વાઇરસની અસાધારણ કટોકટી વચ્ચે 66 વર્ષના વેન્ચર કેપિટાલિસ્ટે ટ્વીટર ઉપર જણાવ્યું હતું કે લોકોના જીવ બચાવવાની જરૂરત છે, વધુ વિલંબથી વધુ મોત થઈ શકે છે. ખોસલાએ રવિવારે જણાવ્યું હતું કે ભારત માટે આ પૂરતું નથી. તેમને 20,000 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ, 15,000 સિલિન્ડર્સ, 500 આઇસીયુ બેડ્સ, 100 વેન્ટિલેટર્સ, 10,000 બેડના કોવિડ સેન્ટર્સની રિક્વેસ્ટ મળી છે. ભારતભરના સ્વૈચ્છિક સંગઠનો અને હોસ્પિટલ્સ દરરોજ મદદ માટે વિનંતી કરી રહ્યા છે. આપણે તાકીદે વધુ સહાય કરવાની જરૂર છે.
ખોસલાએ જણાવ્યું હતું કે ખોસલા પરિવારે @GiveIndia માટેની તેમની અગાઉની પ્રતિબદ્ધતામાં 10 મિલિયન ડોલરનો ઉમેરો કર્યો છે અને બીજા લોકો પણ આ તાકીદની જરૂરિયાતમાં મદદ કરે તેવી આશા છે.
ભારતમાં સોમવારે સતત 12 દિવસે કોરોનાના 3 લાખ કરતાં વધુ નવા કેસ નોંધાયા હતા અને 3,417ના મોત લોકોના મોત થયા હતા.