હોસ્પિટલ બેડ, મેડિકલ ઓક્સિજન અને દવાઓની અભુતપૂર્વ અછત વચ્ચે ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલુ રહ્યો છે. રાજ્યમાં શુક્રવારે કોવિડ-19ના 14,605 કેસ નોંધાયા હતા, જે અગાઉના દિવસના 14,327 કેસો કરતાં વધુ છે. રાજ્યમાં કોરોનાથી 173 લોકોના મોત થયા હતા અને તેનાથી કુલ મૃત્યુઆંક વધીને 7,183 થયો હતો, એમ સરકારે શુક્રવાર સાંજે જારી કરેલા ડેટામાં જણાવાયું હતું.
જોકે સારી બાબત એ છે કે રાજ્યમાં કોરોના સામે યુદ્ધ જીતનારા લોકોની સંખ્યામાં એટલે કે સાજા થનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં શુક્રવારે 10,180 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 4,18,548 લોકોએ કોરોનાને માત આપી છે. હાલમાં રાજ્યમાં રિકવરી રેટ 73.72 ટકા છે. હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 142046 છે. 613 લોકો વેન્ટિલેટર પર છે, જ્યારે 143433 લોકો સ્ટેબલ છે. સતત એક સપ્તાહ એટલે કે સાત દિવસથી મોતનો આંકડો 150થી વધુ આવી રહ્યો છે
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ-96,94,,767 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસિકરણ પૂર્ણ થયું છે. 23,92,499 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયુ છે. આમ કુલ-1,20,87,266 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.