Threat to blow up famous pilgrimage sites including Badrinath, Kedarnath
(istockphoto)

કોરોના મહામારીને પગલે સંક્રમણમાં અસાધારણ વધારો થતા આગામી મહિને ઉત્તરાખંડમાં યોજાનારી પવિત્ર ચારધામની યાત્રા સ્થગિત રાખવામાં આવી છે. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથ સિંહ રાવતે ગુરુવારે જણાવ્યું હતું કે પ્રવર્તમાન સમયે કોરોનાના કેસોમાં વધારાને પગલે હાલ ચાર ધામની યાત્રા યોજી શકાય તેમ નથી.

જો કે પ્રસિદ્ધ ચારધામના મંદિરોના કપાટ નિયત સમય મુજબ ખોલવામાં આવશે. મંદિરના કપાટ ફક્ત પૂજારીઓ માટે ખુલશે, જેઓ પૂજાપાઠ કરી શકશે. ભક્તોને મંદિરની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં બદ્રિનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી એમ ચાર ધામ આવેલા છે. કોરોના મહામારીની સ્થિતિમાં સુધારો થયા બાદ ચાર ધામ યાત્રા યોજવા અંગે પુનઃ વિચારણા કરવામાં આવશે.