ગુજરાતમાં કોરોના કહેરથી હોસ્પિટલો ભરાઈ ગઈ છે તથા મેડિકલ ઓક્સિજન અને દવાઓની તીવ્ર અછત ઊભી થઈ છે ત્યારે છેલ્લાં બે દિવસથી રાજ્યોમાં કોરોના નવા કેસોમાં ઘટાડો થયો છે. જોકે મૃત્યુની સંખ્યામાં વધારો ચાલુ રહ્યો છે.
સરકારે બુધવારે સાંજે જારી કરેલી માહિતી મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 14,120 કેસ નોંધાયા હતા અને 174 લોકોના મોત થયા હતા. કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનાર લોકોનો કુલ આંકડો 6,830 થયો થયો હતો.
બુધવારે 8,595 દર્દીઓ કોરોનામાંથી સાજા થયાં હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 3,98,824 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. અત્યારે રાજ્યમાં રિકવરી રેટ 74.01 ટકા છે. બુધવારે અમદાવાદમાં 26, જામનગરમાં 25, સુરતમાં 19, રાજકોટમાં 15 અને વડોદરામાં 16 મોત લોકોના મોત થયા છે. હતા. 421 દર્દીઓની હાલમાં વેન્ટીલેટર પર સારવાર ચાલી રહી છે. એક્ટિવ કેસનો આંકડો 1,33,191 પર પહોંચ્યો હતો.
રાજ્યમાં અત્યાર સુધીમાં 1,17,57,862 લોકોનો કોરોનાની રસી આપવામાં આવી છે. મંગળવારે રાજ્યમાં કોરોનાના નવા 14,352 કેસ આવ્યા હતા.