તા. 9 એપ્રિલના રોજ 99 વર્ષની વયે અવસાન પામેલા ડ્યુક ઓફ એડિનબરા પ્રિન્સ ફિલિપ્સને રામબાપા દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરી તેમના મોક્ષ માટે પોતાના ઘરે હનુમાનજી સમક્ષ પ્રાર્થના અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.
પૂ. રામબાપાએ જણાવ્યું હતું કે ‘’ડ્યુક ઓફ એડિનબરા સાચા, અનન્ય અને ખરેખર વિશેષ વ્યક્તિ હતા. ડ્યુક પાસે બુદ્ધિ અને વિશાળ જ્ઞાન હતું અને તેઓ દરેક બાબતમાં ઉત્સુક હતા. તેમની સિદ્ધિઓ પ્રચંડ હતી અને તેમણે 6.7 મિલિયન યુવાનોના જીવનમાં પરિવર્તન લાવ્યું હતું. તેઓ યુવાનોના સમર્થક અને હર મેજેસ્ટીના 73 વર્ષ જેટલો સમય સાથી રહ્યા હતા. હકીકતમાં તેઓ સાચી સેવાના નેતૃત્વનું મૂર્ત સ્વરૂપ રહ્યા હતા. તેમણે કૉમનવેલ્થ સર્વિસમેન અને મહિલાઓ સાથે યુદ્ધમાં સાથે સેવા આપી હતી. તેમને ક્યારેય ભૂલ્યા નહતા. પ્રિન્સ ફિલિપ પાસે તેમના કઠોર ટીકાકારોને જીતવાની ક્ષમતા હતી.’’
- લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા પૂજ્ય રામબાપાના આશીર્વાદ સાથે લોહાણા વેલવિશર અને હંસાબેન વ્રજલાલ પાઉ તેમજ પરિવારના સહયોગથી હનુમાન જન્મોત્સવ પ્રસંગે તા. 27 એપ્રિલના રોજ સવારે 10 થી સાંજના 6 વાગ્યા દરમિયાન ઝૂમ અને ફેસબુક પર 108 હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્નેહ મકનજીએ હનુમાન ચાલીસાની રજૂઆત કરી હતી.