દિલ્હીના મંગળવારે એક સ્મશાનમાં 50 ચિતાઓ સળગી રહી હતી અને અંતિમસંસ્કાર માટે બીજા મૃતદેહો રાહ જોઇ રહ્યાં હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે તેમનો વારો 16થી 20 કલાક પછી આવશે.
નવી દિલ્હીના સ્મશાનગૃહોની હૃદય અને આત્માને હચમચાવી નાંખતી તસવીર છે. નવી દિલ્હીના મેસી ફ્યુનરલ્સના માલિક વિનીતા મેસીએ જણાવ્યું હતું કે મે મારી જીંદગીમાં ક્યારેય આવી ભયાનક સ્થિતિ જોઇ નથી. લોકો પોતાના પ્રિયજનના મૃતદેહને લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકી રહ્યાં છે. દિલ્હીના લગભગ તમામ સ્મશાનગૃહો મૃતદેહોથી ભરાયેલા છે.
સત્તાવાર આંકડા મુજબ આ મહિને આશરે 3,601 લોકોના મોત થયા છે. આમાંથી છેલ્લાં સાત દિવસમાં 2,267ના મોત થયા છે. ફેબ્રુઆરીમાં કોરોનાનો મૃત્યુઆંક 57 હતો, જે માર્ચમાં વધીને 117 થયો હતો.
કોરોનામાં પોતાના પરિવારજન ગુમાવવાનું દર્દ પૂરતું ન હોય તેમ લોકો તેમને સન્માનજનક રીતે અંતિમવિદાય પણ આપી શકતા નથી. પશ્ચિમ દિલ્હીના અશોકનગર વિસ્તારના યુવાન ઉદ્યોગસાહસિક અમન અરોરાના મિતાનું સોમવારની બપોરે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. અરોરાએ જણાવ્યું હતું કે અમે ઘણી હોસ્પિટલમાં ગયા હતા, પરંતુ ડોક્ટર્સે તપાસ પણ કરી ન હતી. તેઓ કોવિડ નેગેટિવ રિપોર્ટ માગતા હતા. આખરે પિતાનું અવસાન થયું હતું.
સોમવારની બપોરે અમનને વેસ્ટ દિલ્હીના સુભાષનગર સ્મશાનગૃહમાંથી કહેવામાં આવ્યું હતું કે તેઓ અંતિમસંસ્કાર માટે મંગળવારની સવાર સુધી રાહ જોવે. તેનાથી અમને મૃતદેહની સાચવવા માટે રેફ્રિજરેટર્સની વ્યવસ્થા કરવી પડી હતી. સ્મશાનગૃહમાં કહેવામાં આવ્યું હતું કે અપના ડેડ બોડી ઉઠાવો ઓર ઉધર લાઇન મે જા કે ખડા હો જાઓ.