ગુજરાતમાં સોમવારે કોરોના વાઇરસના નવા 14,340 કેસ નોંધાયા હતા અને 158 વ્યક્તિના મોત થયા હતા. રાજયમાં આ નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને આશરે 4.77 લાખ થઈ હતી, તેમાંથી અત્યાર સુધી આશરે 3.82 લાખ લોકો રિકવર થયા છે. રિકવરી રેટ ઘટીને 74.93 ટકા થયો હતો.
સરકારે સોમવારે સાંજે જારી કરેલી માહિતી મુજબ રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો વધીને 1.21 લાખ થયો હતો. કુલ મૃત્યુઆંક 6,486 પર પહોંચ્યો હતો.
અમદાવાદમાં કોરોનાના નવા 5,679 કેસ નોંધાયા હતા અને 27નાં મોત થયા હતા, જ્યારે સુરતમાં કોરોનાના 1876 કેસ નોંધાયા હતા અને 25નાં મોત થયા હતા. આ ઉપરાંત રાજકોટમાં 598 કેસ, 14નાં મોત, વડોદરામાં કોરોનાના 706 કેસ, 16નાં મોત, જામનગરમાં 668 કોરોના કેસ, 14 મોત, ભાવનગરમાં કોરોનાના 536, 4નાં મોત, ગાંધીનગરમાં 343 કોરોના કેસ, 2નાં મોત, જૂનાગઢમાં કોરોનાના 259 કેસ અને 5નાં મોત થયા હતા.
મહેસાણામાં કોરોના નવા 531, બનાસકાંઠા 297, દાહોદમાં 250 કેસ, કચ્છમાં 232, પાટણ 230, સુરેન્દ્રનગર 199 કેસ, પંચમહાલ 176, સાબરકાંઠા 161, અમરેલી 158 કેસ, મહિસાગર 157, તાપી 156, ખેડામાં 149 કેસ, ભરૂચ 135, નવસારી 125, ગીરસોમનાથ 121 કેસ, વલસાડ 118, આણંદ 92, અરવલ્લી 77 કેસ નોંધાયા હતા.