બગદાદમાં કોવિડ હોસ્પિટલમાં પ્રચંડ આગને કારણે ઓછામાં ઓછા 82 લોકોના મોત થયા હતા અને 110 વ્યક્તિ ઘાયલ થયા હતા. ઓક્સિજન ટેન્કમાં વિસ્ફોટને પગલે આગ ફાટી નીકળી હતી, એમ ઇરાકના ગૃહ મંત્રાલયના પ્રવકતાએ રવિવારે જણાવ્યું હતું.
સ્ટેટ ટીવીમાં પ્રવક્તા ખાલિદ અલ મુહાન્નાએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવી દુઃખદાયક ઘટના અટકાવવા માટે માટે તમામ હોસ્પિટલમાં સુરક્ષાના તાકીદે પગલાં લેવાની જરૂર છે. દિયાલા બ્રિજ એરિયાની ઇબ્ન કાતિબ હોસ્પિટલમાં શનિવારે આગ ફાટી નીકળી હતી. દર્દીઓના સગાંઓએ પોતાના પરિવારજનોને બચાવવા માટે ભાગદોડ મચી હતી. કેટલાંક લોકોએ હોસ્પિટલમાંથી કુદવો લગાવીને પોતાની જાન બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાના 102,5288 કેસ નોંધાયા છે અને 15,217 લોકોના મોત થયા છે.