14 વર્ષની ઝારા, 13 વર્ષની ઝેઇન્ના, 12 વર્ષનો ખુશ અને 9 વર્ષનો યશ યુવાનો માટેની ચેરિટિ યુનિટાસ, બાર્નેટ યુથ ઝોન માટે નાણાં એકત્ર કરવા અડધી મેરેથોનનું ચેરિટી વૉક પૂર્ણ કરી £3500 એકત્ર કર્યા હતા.
તેમણે ફિંચલીના સ્ટેશન રોડથી શરૂઆત કરી હતી અને હીથની આજુબાજુ ચાલીને હેમ્પસ્ટેડ તરફ ગયા હતા. આ તેમનો પહેલો અને સૌથી મોટો પડકાર હતો અને સમુદાયના બાળકોને ટેકો આપવા માટે એકત્ર કરેલા આ નાણાંનો ઉપયોગ લંડનના બાર્નેટના યુનિટાસ યુથ ઝોનમાં આઉટડોર સ્પેસને પરિવર્તિત કરવા માટે કરવામાં આવશે. જે યુવાનો માટે પ્રેરણાદાયક અને સલામત કેન્દ્ર બનશે.
યુનિટાસ યુથ ઝોન છેલ્લા એક દાયકાથી દેશભરના યુવાનોના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કરે છે અને તેનો હેતુ 21મી સદીના યુથ ક્લબનું નેટવર્ક બનાવવાનો છે.
બાર્નેટને સલામત અને સમાવિષ્ટ આઉટડોર સ્પેસની વાસ્તવિક જરૂરિયાત છે જ્યાં યુવાન લોકો રમી શકે છે, શીખી શકે છે અને વિકાસ કરી શકે છે. બાર્નેટમાં રાષ્ટ્રીય સરેરાશથી ઉપર એટલે કે દર ત્રણમાંથી એક સ્થાનિક યુવાન ગરીબીમાં જીવે છે.