યુકેના 13 મિલિયનથી વધુ દર્શકોએ ટેલિવિઝન પર ડ્યુક ઑફ એડિનબરાના અંતિમ સંસ્કાર જોયા હતા, જે ડ્યુક અને ડચેસ ઑફ સસેક્સના ઓપ્રાહ વિનફ્રેની મુલાકાત કરતા એક મિલિયન વધારે છે.
બીબીસીનું અંતિમ સંસ્કારનું ચાર કલાકનુ કવરેજ કવરેજ સરેરાશ લગભગ સાત મિલિયન લોકોએ જોયું હતું. બીબીસી પર સરેરાશ 11 મિલિયન લોકો, આઇટીવી પર 2.1 મિલિયન અને સ્કાય પર આશરે 450,000 લોકોએ તે જોયું હતું. અંતિમ સંસ્કારનો આ કાર્યક્રમ છેલ્લા વર્ષનો સૌથી વધુ જોવાયેલા કાર્યક્રમ પૈકીનો એક બન્યો હતો. ‘આઈ એમ એ સેલિબ્રેટી … ગેટ મી આઉટ ફ્રોમ હીયર’ને નવેમ્બરમાં આઈટીવી પર 13.8 મિલિયન દર્શકોએ જોયો હતો.
1997માં ડાયેના, પ્રિન્સેસ ઑફ વેલ્સના અંતિમ સંસ્કારને 32 મિલિયન લોકોએ જોયા હતા. ગત માર્ચમાં બોરીસ જોન્સનની લોકડાઉનની જાહેરાત 27 મિલિયન લોકોએ જોઈ હતી.