સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (SPMS) યુકેની 11 એપ્રિલ 2021ના રોજ યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં લોર્ડ રેમી રેન્જર, CBEની અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
લોર્ડ રેમી રેન્જરે કહ્યું હતું કે “અધ્યક્ષ તરીકે મારી નિમણૂંક જાહેર સેવાને સમર્પિત કારકિર્દીનું અનુસરે છે અને SPMS યુકે સાથે તે ચાલુ રાખવા માગું છું. હું એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સાથે કામ કરવાની રાહ જોઉ છું. સરદાર પટેલના જીવનનો પ્રચાર ચાલુ રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.’’
નવી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ આ મુજબ છે. વાઇસ ચેરમેન – પ્રવિણ જી. પટેલ, સેક્રેટરી – ક્રિષ્ના પુજારા (07931 708 028), ટ્રેઝરર – દિપક પટેલ, ટ્રસ્ટીઓ: જીતુભાઇ પટેલ અને સુમંતરાય દેસાઇ, સમિતિના સભ્યો: જી પી દેસાઇ અને જયંત પટેલ.