કોરોના વાઇરસના જોખમમાં ઘટાડો કરવા માટે ઓસ્ટ્રેલિયા ભારતમાંથી તેના નાગરિકોના આગમનની સંખ્યામાં ઘટાડો કરશે. આ નિયંત્રણોને પગલે સીડનીમાં ભારતની ડાયરેક્ટ ફ્લાઇટ અને ચાર્ટર્ડ ફ્લાઇટમાં 30 ટકાનો ઘટાડો થશે.
નેશનલ કેબિનેટની બેઠક બાદ વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે નવા નિયંત્રણો ક્યારે અમલમાં આવશે તેની તેઓ આગામી 24 કલાકમાં જાહેરાત કરશે.
ઓસ્ટ્રેલિયા હાલમાં દર સપ્તાહે તેના આશરે 5,800 નાગરિકો કે કાયમી રહેવાસીઓને દેશમાં પ્રવેશવાની પરવાનગી આપે છે. આમાંથી કેટલાં ભારતમાંથી આવે છે તે સ્પષ્ટ નથી. ભારતમાં ગુરુવારે કોરોના વાઇરસના વિશ્વમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા હતા. મોરિસને જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા હવે બ્રિટન જેવા મોડલનો અમલ કરશે. બ્રિટનને 40 દેશોનું રેડ ઝોન લિસ્ટ બનાવ્યું છે અને છેલ્લાં 10 દિવસમાં આ દેશોમાં રહ્યાં હોય તેવા નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.
મોરિસનને જણાવ્યું હતું કે અમે આ યાદીનો અમલ કરી રહ્યાં નથી, પરંતુ તે અમારા અભિગમનો સંકેત આપે છે.
ઓસ્ટ્રેલિયાએ એક વર્ષ પહેલા નોન સિટિઝન અને કાયમી રહેવાસીઓ માટે તેની સરહદો બંધ કરી છે. વિદેશથી આવતા મુસાફરોએ પોતાના ખર્ચે બે સપ્તાહ હોટેલમાં ક્વોરેન્ટાઇન રહેવું પડે છે.
.