- પ્રિન્સ ફિલીપે અંતિમ સંસ્કારની યોજના, સંગીત અને સ્થળ ઉપરાંત નવ તકીયા પર મૂકવા માટે યુકે અને કોમનવેલ્થ દેશો દ્વારા તેમને અપાયેલા મેડલ અને સજાવટ પણ પસંદ કર્યા હતા.
- ડ્યુક ઑફ એડિનબરાને વિવિધ દેશોના 61 જેટલા ડેકોરેશન્સ અને એવોર્ડ આપવામાં આવ્યા હતા અને ઘણા બધાને પ્રદર્શિત કરવા માટે જગ્યા નહોતી.
- પ્રિન્સ ફિલિપના અંતિમ સંસ્કાર માટેની યોજનાઓ – કોડનેમ ‘ફોર્થ બ્રિજ’ હેઠળ ઘણા વર્ષોથી કાર્યરત હતી અને બકિંગહામ પેલેસના સ્ટાફ દ્વારા મહારાણી અને ડ્યુકની સલાહ સાથે નિયમિતપણે અપડેટ અને સમીક્ષા કરવામાં આવતી હતી.
- પ્રિન્સ ફિલિપે પોતાના શાહી અંતિમ સંસ્કાર માટેના હીમ્ઝ અને રીડીંગ્સ પોતે પસંદ કરેલા હતા. જે ક્વીન એલિઝાબેથ દ્વિતીય પ્રત્યેની તેમની “અવિરત વફાદારી” અને બ્રિટન અને કોમનવેલ્થની સેવા પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા.
- અંતિમ સંસ્કાર માટેના ઑર્ડર ઑફ સર્વિસ માટે પણ ડ્યુક ઑફ ઑડિનબરાને સંમત કરાયા હતા, અને તે ડ્યુકની સૈન્ય સંલગ્નતાઓ અને તેમના ‘રોયલ હાઇનેસ’ જીવનના વ્યક્તિગત તત્વોને પ્રતિબિંબિત કરતા હતા.
- રાજવી પરિવારના કોઈ સભ્યએ રીડીંગ કર્યું નહતું. ફ્યુનરલ ફક્ત 30 લોકો સુધી મર્યાદિત રહ્યું હતું. બધાએ ચહેરા પર માસ્ક પહેર્યા હતા અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કર્યું હતું.
- યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સન સહિત હજારો લોકોએ ટેલિવિઝન પર ફ્યુનરલ જોયું હતું.
- મહારાણીએ ચેપલના એક બાજુના દરવાજા દ્વારા પ્રવેશ કરી સામાજિક અંતરની માર્ગદર્શિકાનું પાલન કરતાં એકલા બેઠા હતા.
- ફ્યુનરલમાં ઉપસ્થિત અન્ય લોકોમાં ડચેસ ઑફ કોર્નવૉલ કમિલા, ડચેસ કેટ મિડલટન, પ્રિન્સ ફિલિપના બધા પૌત્રો અને તેમના જીવનસાથી અને મહારાણીના બહેન પ્રિન્સેસ માર્ગરેટના બાળકોનો સમાવેશ થયો હતો.
- પ્રિન્સ ફિલિપને આપવામાં આવેલા મેડલો અને સજાવટ સેન્ટ જ્યોર્જ ચેપલ, વિન્ડસરના ઑલ્ટર પર પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં.
- 2002માં મહારાણીના માતા, જેમને પણ મહારાણી એલિઝાબેથ (ક્વીન મધર) કહેવામાં આવે છે તેમની શાહી અંતિમવિધિનો ખર્ચ £5.4 મિલિયન કરતા વધુનો હતો.
- ડ્યુક ઑફ એડિનબરાના અંતિમ સંસ્કાર, એક “સેરેમોનિયલ રોયલ ફ્યુનરલ” હતું. “સ્ટેટ ફ્યુનરલ” સામાન્ય રીતે રાજાઓ માટે અનામત હોય છે.
- ડ્યુકના અંતિમ સંસ્કારમાં વિશ્વભરના લોકો ભાગ લઇ શકે તે માટે ટીવી અને રેડિયો પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
- જ્યારે મહારાણીનું અવસાન થશે ત્યારે પ્રિન્સ ફિલીપના દેહને કિંગ જ્યોર્જ છઠ્ઠાના મેમેરિયલ ચેપલમાં તેમની સાથે ખસેડવામાં આવશે. આ ચેપલમાં મહારાણીના પિતા, જ્યોર્જ છઠ્ઠા, તેમની માતા, તેમની નાની બહેન, પ્રિન્સેસ માર્ગારેટનાં અવશેષ સચવાયેલા છે.
ચેપલમાં યોજાયેલી ફ્યુનરલ સર્વિસમાં ઉપસ્થિત શાહી પરિવારના સભ્યો
- ડચેસ ઑફ કોર્નવૉલ
- ધ કાઉન્ટેસ ઑફ વેસેક્સ અને ફોર્ફાર
- વિસ્કાઉન્ટ સેવર્ન
- ધ લેડી લુઇસ માઉન્ટબેટન-વિન્ડસર
- ડચેસ ઑફ કેમ્બ્રિજ
- શ્રી અને શ્રીમતી માઇક ટિંડલ
- પ્રિન્સેસ બીએટ્રેસ, શ્રીમતી એડોઆર્ડો મેપેલી મોઝી
- શ્રી એડોઆર્ડો મેપેલી મોઝી
- પ્રિન્સેસ યુજેની, શ્રીમતી જેક બ્રુક્સબેંક
- શ્રી જેક બ્રૂક્સબેંક
- ધ લેડી સારાહ અને શ્રી ડેનિયલ ચેટ્ટો
- ધ ડ્યુક ઓફ ગ્લોસ્ટર
- ડ્યુક ઑફ કેન્ટ
- પ્રિન્સેસ એલેક્ઝાન્ડ્રા, ધ ઓન. લેડી ઓગલવી
- ધ હેરીડીટરી પ્રિન્સ ઑફ બેડન ધ લેન્ડગ્રેવ ઑફ હેઝ ધ પ્રિન્સ ઑફ હોહેનલોહે-લેંગેનબર્ગ
- કાઉન્ટેસ માઉન્ટબેટન ઑફ બર્મા
કોફિનની પાછળ ચાલનાર રોયલ પરિવારના સદસ્યો
ડ્યુકનું કોફીન તેમના દ્વારા મોડીફાઇડ કરાયેલ બેસ્પોક લેન્ડ રોવરમાં લઇ જવાયું ત્યારે તેની પાછળ શાહી પરિવારના સદસ્યો ચાલ્યા હતા.
ધ પ્રિન્સેસ રોયલ – પ્રિન્સેસ એન
ધ પ્રિન્સ ઑફ વેલ્સ – પ્રિન્સ ચાર્લ્સ
અર્લ ઑફ વેસ્સેક્સ અને ફૉર્ફર – પ્રિન્સ એડવર્ડ
ડ્યુક ઑફ યોર્ક – પ્રિન્સ એન્ડ્રયુ
ડ્યુક ઑફ સસેક્સ – પ્રિન્સ હેરી
ડ્યુક ઑફ કેમ્બ્રિજ – પ્રિન્સ વિલીયમ
વાઈસ એડમિરલ સર ટિમ લૉરેન્સ – વાઇસ એડમિરલ સર ટિમ લૉરેન્સ
ધ અર્લ ઑફ સ્નોડન (મહારાણીના બહેનના દિકરા)
પીટર ફિલિપ્સ