આરોગ્ય અધિકારીઓ કહે છે કે ભારતમાં પહેલી વખત ઓળખાયેલા અને વૈજ્ઞાનિકો દ્વારા “ડબલ મ્યુટન્ટ” તરીકે વર્ણવવામાં આવેલા ભારતના નવા વેરિયન્ટ (B.1.617)માં કેટલાક ચિંતાજનક આનુવંશિક ફેરફારો છે જેને શોધવાની જરૂર છે. તે વધુ ચેપી અને જીવલેણ છે અને રસીઓની અસર તેના પર કામ કરે છે કે નહિં કે તે કળવું મુશ્કેલ છે. ભારતીય વેરિયન્ટ જૂના સ્ટ્રેઇન કરતાં વધુ સરળતાથી ફેલાય છે અને તે પરિવર્તન ધરાવે છે જે તેને રસી ટાળવામાં મદદ કરે છે – પરંતુ તે કઇ ડિગ્રી સુધી છે તે હજૂ અસ્પષ્ટ છે.
યુકેમાં ફેબ્રુઆરી માસમાં મળી આવેલા નવા ભારતીય કોવિડ વેરિયંટને યુકે દ્વારા ‘વેરિએન્ટ અન્ડર ઈન્વેસ્ટિગેશન’ તરીકે વર્ગીકૃત કર્યો છે, જે કેન્ટ, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલિયન વેરિયન્ટ કરતાં નીચેનું સ્તર છે. બ્રિટનના કોવિડ વેરિયન્ટ્સનો અભ્યાસ કરનારા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે યુકેમાં ભારતીય વેરિએન્ટ ક્યારેય મોટો રોગચાળો ફેલાવે તેવી વધુ સંભાવના નથી. કારણ કે તેનું પરિવર્તન ‘ટોપ ટીયર’ નથી. વૈજ્ઞાનિકો હજી પણ ભારતીય વેરિયન્ટ જીવલેણ હોવા અંગે ખાતરી સાથે કહી શકતા નથી – પરંતુ તેઓને એટલી ખાતરી છે કે તે બ્રિટનમાં ફરતા વર્તમાન વેરિયન્ટ કરતાં વધુ જીવલેણ નહીં હોય.
ઇસ્ટ એંગ્લિઆ યુનિવર્સિટીના મેડિસિનના પ્રોફેસર પૉલ હન્ટરે જણાવ્યું હતું કે ‘’ભારતીય વેરિયન્ટનું આગમન સંભવિત ચિંતાજનક છે. દક્ષિણ આફ્રિકન વેરિયન્ટમાં એક એસ્કેપ મ્યુટેશન છે. જેના પર પહેલાની ઇમ્યુનિટી દ્વારા બહુ નિયંત્રણ કરી શકાતુ નથી. ભારતીય વેરિયન્ટની મોટી ચિંતા એ છે કે તેમાં સંભવિત રીતે બે મ્યુટેશન છે. જો આમ થાય તો તેની સામે રસીની અસર વધશે નહિં.’’
ભારતીય વેરિયન્ટની ઓળખ સૌ પ્રથમ વખત ઑક્ટોબરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ હતી અને 22 ફેબ્રુઆરીએ તે યુ.કે.માં દેખાયો હતો. ભારતીય વાયરસમાં કુલ 13 મ્યુટેશન્સ છે જે તેને મૂળ કોવિડ વાયરસથી અલગ પાડે છે. પરંતુ બે મુખ્ય મ્યુટેશન્સ E484Q અને L452R છે અને તે બંને કી મ્યુટેશન અન્ય લોકોથી અલગ પડે છે, જે બંને ‘સ્પાઇક’ પર મળી આવ્યા છે, જેનો ઉપયોગ વાયરસ માનવ કોષો પર ત્રાટકવા માટે કરે છે. તે ફેરફારો વાયરસને વધુ ટ્રાન્સમિસિબલ બનાવે છે અને પ્રયોગશાળાના અભ્યાસ સૂચવે છે કે તે વાયરસ એન્ટિબોડીઝથી બચી શકે છે.
વૈજ્ઞાનિકોને શંકા છે કે આ બંને મ્યુટેશન વાયરસનો ઝડપથી પ્રસાર કરવામાં અને રોગપ્રતિકારક કોષોને બાયપાસ કરી ચેપ આપે છે. L452R મ્યુટેશન કેલિફોર્નિયાના વેરિયન્ટ (B.1.429)માં પણ જોવા મળ્યો હતો. જે અમેરિકન સ્ટ્રેઇનને લગભગ 20 ટકા વધુ ચેપી બનાવે છે.
ભારતીય વેરિએન્ટનું E484Q મ્યુટન્ટ E484K તરીકે ઓળખાતા દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના વેરિએન્ટમાં જોવા મળે તેવું જ છે. જે વાયરસને એન્ટિબોડીઝથી બચાવીને ચેપ લગાવી શકે છે. માનવામાં આવે છે કે દક્ષિણ આફ્રિકાનો વેરિયન્ટ ચેપને રોકવા માટે રસીઓને 30 ટકા જેટલી ઓછી અસરકારક બનાવે છે. પરંતુ તે સ્પષ્ટ નથી કે તેની ગંભીર બીમારી પર શું અસર પડે છે. જો કે જેમ કેન્ટ વેરિયન્ટની વેક્સીનેશન પર ખરાબ અસર ન થઇ તેવું ભારતીય વેરિયન્ટનું પણ થઇ શકે છે. જો કે, જો ભારતીય વેરિયન્ટ ભૂતકાળની રસીથી મેળવેલી પ્રતિરક્ષા ઘટાડવામાં અસરકારક સાબિત થાય તો પછી બ્રિટનમાં તેનો પ્રસાર વધી શકે તેમ બની શકે છે. કારણ કે ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામે કેન્ટ વેરિએન્ટને સ્ક્વિઝ કરે છે.
યુકે હાલમાં ભારતીય તાણને ‘વેરિએન્ટ અન્ડર ઈન્વેસ્ટિગેશન’ તરીકે વર્ગીકૃત કરે છે, જે કેન્ટ, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલિયન ચલોની નીચેના સ્તર છે.
દક્ષિણ આફ્રિકા, કેન્ટ અને બ્રાઝિલના વેરિયન્ટ સાથે સંબંધિત યાદીમાં જોડાશે કે નહીં તે કહેવુ હજી ખૂબ જ વહેલું છે. આ માટેનું એસેસમેન્ટ ચાલુ છે, અને તે દરમિયાન સરકાર દેશમાં વધુ કેસો આવતા અને ફેલાવવાનું બંધ કરવા વિચારી રહી છે.
સાઉથ આફ્રિકન અને બ્રાઝિલના વેરિયંટ સહિત કુલ ચાર વેરિયંટ સૌથી વધુ ચિંતાજનક છે. ભારતીય વેરિયંટ યુકેમાં કેવી રીતે પ્રવેશ્યો તેની કોઈ વિગતો આપવામાં આવી નથી. પણ બ્રિટનના લોકોને આવા વિવિધ વેરિયંટ્સને કારણે હાલમાં જરૂરી કારણો સિવાય વિદેશની મુસાફરી કરવાની મંજૂરી નથી.
યુકેમાં નવા કેસ શોધવા માટે સરકાર વિશાળ ટેસ્ટીંગ આગળ ધપાવી રહી છે. સરકાર એક નવી પ્રયોગશાળા બનાવી રહી છે જે કલાકોમાં બતાવી શકે છે કે કોઈ કોવિડ ટેસ્ટીંગ માટે પોઝીટીવ છે કે નહિં તેમ જ તે ભારત સહિતના અન્ય વેરિયન્ટનો ચેપ લાગ્યો છે કે કેમ તે બતાવી શકે છે.
ભારતના વેરિયન્ટથી કેટલાક વૈજ્ઞાનિકો ચિંતાતુર છે, કારણ કે તેમાં તેના સ્પાઇક પ્રોટીનમાં બે પરિવર્તન છે, રોગપ્રતિકારક શક્તિ પર વાયરસનો જે ભાગ હુમલો કરે છે, તેનાથી શરીર માટે સંરક્ષણ શોધવાનું મુશ્કેલ બને છે. હજુ સુધી એ સાબિત થયું નથી કે તે રસી લગાવેલા અથવા અગાઉ ચેપ લાગ્યો હોય તેવા લોકોને ફરીથી ચેપ લગાવી શકે છે કે કેમ. વૈજ્ઞાનિકો હજી સુધી સમજી શક્યા નથી કે તે વધુ સારી રીતે ફેલાય છે કે કેમ. દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલિયન વેરિયન્ટ યુકેમાં ફેલાવામાં નિષ્ફળ ગયા છે.
ભારતમાં, અત્યાર સુધીમાં 114 મિલિયન લોકોને રસી મળી ચૂકી છે. તા. 15ના રોજ 3 મિલિયનથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. આરોગ્ય મંત્રાલયે વધુ 1,038ના મોતની જાહેરાત કરવા સાથે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા હવે 170,000 પર પહોંચી છે.
તહેવારો, રાજકીય રેલીઓ અને લગ્નોમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી હોવાના કારણે બીજુ મોજું ધીમુ થવાના કોઈ સંકેત નથી.