યુકે પરત ફરતા બધા મુસાફરોએ તેઓ કયા દેશથી આવ્યા તેમજ યુકેના સરનામાંની વિગતો સહિત, અગાઉથી પેસેંજર લોકેટર ફોર્મ ભરવું આવશ્યક છે. યુકેમાં પ્રવેશવાની મંજૂરી માટે તેમણે મુસાફરી કરવાના 72 કલાક પહેલાં નેગેટીવ ટેસ્ટ રીઝલ્ટ બતાવવું પડે છે.
ઇંગ્લેન્ડમાં, હોટેલમાં ક્વોરેન્ટાઇનમાં રોકાવા માટે ટ્રાવેલ, ટેસ્ટ, ભોજન અને આવાસ માટે એક વ્યક્તિ દીઠ £1,750નો ખર્ચ થાય છે. જો તેમની સાથે 12 વર્ષથી વધુ વયના વ્યક્તિ હોય તો વ્યક્તિ દીઠ વધારાના £650 અને 5થી 12 વર્ષની વયના બાળકો માટે £325 ચૂકવવા પડે છે. આવા લોકોએ બીજા અને આઠમા દિવસે £210ના ખર્ચે, હોટેલ ક્વોરેન્ટાઇન દરમિયાન કોવિડ ટેસ્ટ કરાવવો પડે છે. નેગેટીવ ટેસ્ટ આવે તો તેમનો ક્વોરેન્ટાઇન પીરીયડ ઘટતો નથી. પણ જો તે રીપોર્ટ પોઝીટીવ આવે તો બીજા 10 દિવસ માટે ક્વોરેન્ટાઇન થવું પડે છે.
રેડ લીસ્ટમાં ન હોય તેવા દેશના મુસાફરો પાંચમા દિવસે નેગેટીવ ટેસ્ટ પછી ઘરે જઇ શકે છે. આ નિયમોનો ભંગ કરનારાને સખત દંડનો સામનો કરવો પડે છે – જેમાં 10 વર્ષ સુધીની જેલની સજા પણ છે.