ગુજરાતમાં બુધવારે કોરોનાના નવા 12,553 કેસો નોંધાયા હતા અને 125 દર્દીનાં મોત નિપજ્યા હતા. નવા કેસો સામે 4,802 દર્દીઓ સાજા થયા હતા. મંગળવારે રાજ્યમાં કોરોનાનાં 12,206 કેસો નોંધાયા હતા. કોરોના કુલ કેસોનો કુલ આંક 4,21,155 પર પહોંચ્યો હતા, જ્યારે કુલ મૃત્યુઆંક વધીને 5,740 થયો હતો. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,50,865 વ્યક્તિઓએ કોરોનાને માત આપી છે, એમ સરકારે બુધવારે સાંજે જારી કરેલા ડેટામાં જણાવ્યું હતું.
આ ઉપરાંત રાજ્ય માટે વધુ એક ચિંતાજનક વાત એ છે કે રિકવરી રેટ સતત ઘટી રહ્યો છે. બુધવારે રાજ્યનો રિકવરી રેટ 79.61 ટકા થયો હતો. કુલ એક્ટિવ કેસોનો આંક 84,126 થયો હતો. જેમાંથી 361 દર્દીઓ વેન્ટિલેટર પર હતા અને 83765 દર્દીઓની હાલત સ્થિર હતી
સરકારના ડેટા મુજબ બુધવારે અમદાવાદ શહેરમાં 22, સુરત શહેરમાં 25, મહેસાણામાં 3, સુરત જિલ્લામાં 3, વડોદરા શહેરમાં 7, રાજકોટ શહેરમાં 8, જામનગર શહેરમાં 4, વડોદરામાં 5, બનાસકાંઠામાં 3, ભરૂચમાં 3, જામનગરમાં 4, પાટણમાં 2, ગાંધીનગર શહેરમાં 1, ભાવનગર શહેરમાં 3, રાજકોટમાં 4, ખેડામાં 1, સાબરકાંઠામાં 3, ભાવનગરમાં 3, ગાંધીનગર 2, જૂનાગઢ 1, અમદાવાદમાં 1, વલસાડમાં 1, સુરેન્દ્રનગર 3, મોરબી 3, મહીસાગર 2, અરવલ્લી 1, પોરબંદર 1, ડાંગ 1, દેવભૂમિ દ્વારકા 3, છોટા ઉદેપુરમાં 1 દર્દીનું મોત થયું હતું.
જિલ્લાવાર ડેટા મુજબ સુરતમાં નવા 2340 કેસ, 25નાં મોત, વડોદરામાં 731 કેસ, 13નાં મોત, રાજકોટમાં નવા 516 કેસ, 12નાં મોત, જામનગરમાં 509 કેસ, 8નાં મોત, ગાંધીનગરમાં 281 કેસ, 3નાં મોત, ભાવનગરમાં 260 કેસ, 6નાં મોત, જૂનાગઢમાં 188 કેસ, એકનું મોત થયું હતું. મહેસાણામાં 495, બનાસકાંઠામાં 227, ભરૂચમાં 206 કેસ, કચ્છમાં 200, પાટણમાં 185, તાપીમાં 135 કેસ, ખેડામાં 117, દાહોદમાં 115, સાબરકાંઠામાં 112 કેસ, નર્મદામાં 110, અમરેલીમાં 98, નવસારીમાં 93 કેસ, પંચમહાલમાં 93, વલસાડમાં 82, સુરેન્દ્રનગરમાં 80 કેસ, આણંદમાં 72, મોરબીમાં 70, મહિસાગરમાં 62 કેસ, ગીર સોમનાથમાં 61, અરવલ્લીમાં 59, પોરબંદરમાં 42 કેસ, બોટાદમાં 31, ડાંગ – દ્વારકા 28 – 28, છોટાઉદેપુરમાં 21 કેસ નોંધાયા હતા.