જોન એબ્રાહમના જણાવ્યા મુજબ તે આજે પણ બોલીવૂડમાં સંઘર્ષ કરી રહ્યો છે. તેની ‘મુંબઈ સાગા’ તાજેતરમાં જ રીલીઝ થઈ હતી, પરંતુ કોરોના વાઇરસ મહામારીને કારણે એના બિઝનેસ પર ખૂબ જ અસર પડી હતી. તે ઘણાં વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છે, પરંતુ તેને લાગે છે કે તે હજી સુધી સફળ થઇ શક્યો નથી. પોતાના વિશે જોન કહે છે કે, ‘સાચું કહું તો હું હજી પણ બોલીવૂડમાં સંઘર્ષ કરી રહ્યો છું અને એક ઊંચાઈએ પહોંચવાની કોશિશ કરી રહ્યો છું. હું સેટ પર દરેકને કહું છું કે હું નસીબદાર છું કે મને સેટ પર આવવાનું મળે છે. હું પહેલાં હતો એના કરતાં મારી પાસે આજે વધુ માહિતી છે. મને નિષ્ફળતાનો ક્યારેય ડર નહોતો. આજે પણ મને મારી કારકિર્દી પર ગર્વ છે. મને એમાંથી ઘણું નવું શીખવાનું મળ્યું છે.’