દેશમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોવા છતાં હરિદ્વાર મહાકુંભમાં સોમવાર બીજું શાહી સ્નાન થયું હતું. આ શાહી સ્નાનમાં તમામ અખાડાના સાધુ સંતો ગંગા નદીમાં આસ્થાની ડુબકી લગાવી હતી. હજારોની સંખ્યામાં સામાન્ય શ્રદ્ધાળુઓ પણ સ્નાનનો લાભ લેવા એકઠા થયેલા થયા હતા. નેપાળના અંતિમ રાજા જ્ઞાનેન્દ્ર વીર સિંહ પણ હરિદ્વાર આવ્યા હતા અને તેમણે સંતો સાથે ગંગામાં પવિત્ર ડુબકી મારી હતી.
કુંભમેળામાં ભારે ભીડ હોવાના કારણે અનેક જગ્યાએ કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. ભીડમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોના પાલન થયું ન હતું. શાહી સ્નાનમાં સૌથી પહેલા અખાડાઓને મંજૂરી આપવામાં આવી હતી. સવારે 7:00 વાગ્યાથી સામાન્ય લોકોને શાહી સ્નાનની મંજૂરી આપવામાં આવી હતી.
સત્તાવાળાએ લોકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરી હતી, પરંતુ ભારે ભીડ હોવાના કારણે પાલન કરાવવાનું મુશ્કેલ બન્યું હતું. નદીના વિવિધ ઘાટ પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન સુનિશ્ચિત કરાવવું પણ ખૂબ મુશ્કેલ બન્યું હતું.