સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે અને દરરોજ અનેક લોકોના મોત થઈ રહ્યા છે અને સ્મશાનગૃહોમાં વેઇટિંગ છે. તેનાથી મહાનગરપાલિકાના કર્મચારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને શુક્રવારે સ્મશાનમાં મૃતદેહની ગણતરી કરવાની નવી કામગીરી સોંપવામાં આવી હતી. આ કર્મચારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોને રાઉન્ડ ધ ક્લોક 24 કલાક સ્મશાનની ડ્યુટી કરવાની રહેશે
શહેરમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દી તથા કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે વૃદ્ધોની થયેલી અંતિમવિધિના આંકડા વચ્ચે ભારે વિસંગતતા છે. આ અંગે વિવાદ થતાં હવે મહાનગરપાલિકાએ સ્મશાનગૃહમાં કર્મચારીઓને બેસાડવાનો નિર્ણય કર્યો હતા.
મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહમાં કર્મચારીઓની 6-6 કલાકની ડ્યુટી રાખવામાં આવી છે. સ્મશાનમાં સામાન્ય રીતે મૃતદેહની નોંધણી થતી હોય છે તેમ છતાં મહાનગર પાલિકાના કર્મચારી અને શિક્ષકોને સ્મશાનમાં ડ્યુટી આપતા વિવાદ ઉભો થયો હતો.
સુરતમાં શુક્રવાર, નવ એપ્રિલ 2021ના રોજ અશ્વિની કુમાર સ્માશાનગૃહમાં અંતિમસંસ્કાર માટે મૃતદેહોની લાઇન લાગી હતી. સત્તાવાળાએ કોવિડ-19 પ્રોટોકોલ મુજબ અંતિમસંસ્કાર કરવાનો નિર્ણય કર્યો હોવાથી અંતિમસંસ્કાર માટે લાંબો વેઇટિંગ પિરિયડ ચાલુ થયો હતો.