ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના વડપણ હેઠળના અદાણી ગ્રૂપનું માર્કેટ કેપ મંગળવારે 100 બિલિયન ડોલરને વટાવી ગયું હતું. ભારતમાં અદાણી ગ્રૂપ સિવાય ટાટા અને રિલાયન્સે આ સિદ્ધિ મેળવેલી છે. અદાણી ગ્રૂપની છમાંથી ચાર કંપનીઓના શેર મંગળવારે સર્વોચ્ચ સપાટીએ પહોંચતા બીએસઈ પર ગ્રૂપની છ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 106 બિલિયન ડોલરથી વધુ થયું હતું.
અદાણી ગ્રૂપની કંપની અદાણી એન્ટરપ્રાઈઝનું માર્કેટ કેપ વધીને રૂ. 1,34,787.22 કરોડ થયું હતું. અદાણી ગેસની માર્કેટ કેપ વધીને રૂ.1,32,455.63 કરોડ થયું હતું.અદાણી પાર્ટ્સનું માર્કેટ કેપ વધીને રૂ.1,70,149.05 કરોડ અને અદાણી ટ્રાન્સમિશનની માર્કેટ કેપ વધીને રૂ.1,22,067.92 કરોડ થયું હતું.
અદાણી ગ્રીન એનર્જીનું માર્કેટ કેપ રૂ.1,86,829.33 કરોડ અને અદાણી પાવરનું માર્કેટ કેપ રૂ. 37,952.28 કરોડ થયું હતું. અદાણી જૂથની તમામ છ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ અંદાજે રૂ. 7,94,239 કરોડ એટલે કે 106.75 બિલિયન ડોલર થયું હતું.
અગાઉ ટાટા ગ્રૂપ અને રિલાયન્સ ગ્રૂપે આ સિદ્ધિ મેળવી હતી. ટાટા ગ્રૂપનું વર્તમાન માર્કેટ કેપ 242 બિલિયન ડોલર અને રિલાયન્સ જૂથનું માર્કેટ કેપ 190 બિલિયન ડોલર છે. અદાણી ગ્રૂપમાં કુલ પાંચ કંપનીઓની માર્કેટ કેપ 1 ટ્રિલિયન ડોલરથી વધુ છે.