સંબંધિત ક્ષેત્રોના નિષ્ણાતોના સર્વેનો એવો નિષ્કર્ષ આવ્યો છે કે જે દેશોમાં વેક્સીનેશનનું પ્રમાણ ઓછું હશે તેવા દેશોમાં કોરોનાવાયરસના નવા પ્રકારો ઉભા થઈ શકે તેમ હોવાથી એક વર્ષમાં વૈશ્વિક સ્તરે નવી કોવિડ રસીની આવશ્યકતા ઉભી થશે.
પ્રથમ પેઢીની કોવિડ-19 રસીઓ એક વર્ષ અથવા તેનાથી ઓછા સમયમાં બિનઅસરકારક થઇ જાય તેવા સોંજોગોમાં કોવિડ-19ના ખતરાને સંતોષકારક રીતે નિપટાવવા માટે વૈશ્વિક રસીકરણના પ્રયત્નોની જરૂર છે. આ વાયરસના પ્રકારો ભિન્ન હશે અને કેટલાક વધુ ટ્રાન્સમિસિબલ, જીવલેણ અને રસી માટે ઓછા સંવેદનશીલ હશે.
28 દેશોના 77 વૈજ્ઞાનિકોનું સર્વેક્ષણ કરનારા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ, ઑક્સફામ અને UNAIDS સહિતના સંગઠનોના ગઠબંધન પીપલ્સ વેક્સીન એલાયન્સે સર્વે કર્યો હતો. આશરે એક તૃતીયાંશ લોકોએ સૂચવ્યું કે સમયમર્યાદા નવ મહિના કે તેથી ઓછી હશે. 88% લોકોએ જણાવ્યું હતું કે ઘણા દેશોમાં સતત નીચા રસીના કવરેજથી રસી પ્રતિરોધક પરિવર્તન થવાની સંભાવના વધારે છે. આ વૈજ્ઞાનિકો જોહન્સ હોપકિન્સ, યેલ, ઇમ્પિરિયલ કોલેજ, એડિનબરા યુનિવર્સિટી, લંડન સ્કૂલ ઑફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન જેવી પ્રખ્યાત સંસ્થાઓમાં કામ કરે છે.
યેલ યુનિવર્સિટીના રોગચાળાના સહયોગી પ્રોફેસર ગ્રેગ ગોંસાલ્વેઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “વાયરસમાં દરરોજ નવા પરિવર્તન થાય છે. કેટલીકવાર તેમને એક વિશિષ્ટ સ્થાન મળે છે જે તેમને, તેમના પૂર્વગામી કરતા વધુ યોગ્ય બનાવે છે. આ પ્રકારો વધુ અસરકારક રીતે સંક્રમિત કરી શકે છે અને અગાઉના સ્ટ્રેઇનના એન્ટીબોડીઝથી બચી શકે છે. જ્યાં સુધી આપણે આખા વિશ્વને રસી આપતા નથી, ત્યાં સુધી આપણે રસીના ક્ષેત્રને વધુને વધુ પરિવર્તનો માટે ખુલ્લું રાખવું પડશે.”
ખાસ વાત એ છે કે ફાઇઝર / બાયોએનટેક અને મોડેર્ના કંપનીઓ દ્વારા MRNA અભિગમ અપનાવાયો છે જે નવા સ્ટ્રેઇન્સને સમાવવા માટે અઠવાડિયા અથવા મહિનાની અંદર ટ્વીક કરી શકાય છે.