200 વર્ષ પહેલાં, ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના મંદિરોની જમીનો અને આવક પર કબ્જો જમાવવા મંદિરો પર નિયંત્રણ મેળવવાની નીતિ લાગુ કરેલી નીતિનું પાલન કમનસીબે ભારતની આઝાદીના 74 વર્ષ બાદ આજે પણ ચાલુ છે. આ અવગણના અને ગેરવહીવટને લીધે તમિલનાડુના 12,000થી વધુ મંદિરો લુપ્ત થવાનું જોખમ છે ત્યારે ઇશા ફાઉન્ડેશન અને સદગુરૂએ તમિલનાડુના મંદિરો બચાવવા અને આ મંદિરોને પાછા ભક્તોના હાથમાં સોંપવાની પહેલ શરૂ કરી છે. જેને પગલે ભારતમાં આ અંગે એક મોટી ગુંજ ઉભી થઇ છે અને તળિયાના લોકોથી લઇને મોટી રાજકીય હસ્તીઓને સામેલ કરવામાં આવી છે.
સરકારની નીતિને કારણે આજે આંચકાજનક આંકડો એવો છે કે તમિલનાડુમાં 37,000 મંદિરોમાં એક કેરટેકરની નિમણૂક કરવા માટે પણ પૂરતી આવક નથી. 34,000થી વધુ મંદિરોને આખા વર્ષના 10,000 રૂપિયાથી ઓછી રકમ વ્યવસ્થા માટે ફાળવવામાં આવે છે. તમિલનાડુના મંદિરો વિશે યુનેસ્કોના અહેવાલમાં જણાવાયું છે કે આ ઐતિહાસિક મંદિરોની તોડફોડ અને નાશ થાય તેવા ખરેખર આઘાતજનક દ્રશ્યો જોવા મળે તે નવાઇ નહિ.
મંદિરો ભક્તોની ઘણી પેઢીઓ, તેમના સ્થાપત્ય, ડિઝાઇન, બાંધકામ, જાળવણી અને જાળવણીમાં લોકોના જીવનના રોકાણનું પરિણામ છે. તમિલ મંદિરો માત્ર અતુલ્ય સુંદરતા અને સ્થાપત્ય તરીકે જ નહિં અગસ્ત્ય અને પતંજલિ જેવા યોગીઓના પવિત્ર શક્તિશાળી કેન્દ્રો છે. ઘણા નાના-મોટા નગરો જેવા કે મદુરાઇ, ગુરુવાયુર, કાંચીપુરમ, ચિદમ્બરમ વગેરે મંદિરોની આસપાસ બનાવવામાં આવ્યા હતા.
ચેન્નાઇ હાઈકોર્ટે મંદિરોની સ્થિતિની સમીક્ષા કરવા યુનેસ્કોને કહ્યું હતું. યુનેસ્કોની તપાસમાં જણાયું હતું કે તમિલનાડુના મંદિરો ક્ષીણ હાલતમાં છે. તમિલનાડુમાં મંદિરોની દેખરેખ રાખતા સરકારી વિભાગ, હિન્દુ રીલીજીયસ એન્ડ ચેરિટેબલ એન્ડોવમેન્ટ્સ ડીપાર્ટમેન્ટ (HR&CE)ના અધિકારીઓ બિનઅનુભવી છે અને તેમણે મંદિરોના સંરક્ષણ માટે જે પ્રયત્નો કર્યા છે તેનાથી મંદિરના સ્થાપત્યને ક્ષતિ થાય છે. કેટલીક વાર તો નિયમોનું ઉલ્લંઘન કરવામાં તેમણે સક્રિયપણે ભાગ લીધો હતો, જેના કારણે મંદિરો પર અતિક્રમણ થયું હતું અને પ્રાચીન સ્થાપત્યોનો નાશ થયો હતો. તિરુવન્નામલાઇના અરુણાચલેશ્વર મંદિરના પ્રકારમમાં શૌચાલય સાથે વીઆઇપી ગેસ્ટ હાઉસ મળી આવ્યું હતું. 11મી સદીમાં રાજેન્દ્ર ચોલા પ્રથમના રાજ્યાભિષેક માટે બાંધવામાં આવેલા થંજાવુરનું એક મંદિર ક્ષીણ થઈ ગયું છે.
મંદિરોની પરિસ્થિતિ વિષે ચેન્નઈ હાઇકોર્ટમાં HR&CE દ્વારા રજૂ કરાયેલા તથ્યો:
- 11,999થી વધુ મંદિરોમાં હાલમાં કોઈ પૂજા થતી નથી.
- એક સમયે સમૃદ્ધ અને પોતાની માલિકીની સંપત્તિ ધરાવતા મંદિરોની આવક, સોનું અને સંપત્તિ અદૃશ્ય થઈ ગયા છે અને મંદિરો નાદાર બનવાની ધાર પર છે.
- થોડાક મોટા મંદિરો સિવાય મોટાભાગના મંદિરો ખૂબ ખરાબ સ્થિતિમાં છે. પ્રાચીન મંદિરો અવશેષોની સ્થિતિમાં છે.
- નમક્કલના થોલુર ગામમાં કોંગુ ચોલાઓ દ્વારા નિર્મીત 800 વર્ષ જૂનું શિવ મંદિરમાં ભક્તો પૂજા-અર્ચના કરતા હતા પણ 2016માં તેનો નાશ કરાયો હતો.
- 2017માં, ઇરોડ જિલ્લાના 500 વર્ષ જૂના કોડુમુડી શિવ મંદિરને મશીનો વાપરી જમીનદોસ્ત કરી દેવાયું હતું. મંદિરો અને પ્રતિમાઓ સરકારી વિભાગ હેઠળ સલામત નથી.
- છેલ્લા 25 વર્ષમાં 1,200થી વધુ મૂર્તિઓની ચોરી થયાની સત્તાવાર નોંધ છે. પણ સંભવત: 5,000થી વધુ મૂર્તિઓ ચોરીને દેશ-વિદેશોમાં વેચવામાં આવેલ છે. જે વિશ્વભરના સંગ્રહાલયો અને ખાનગી કલેક્ટર્સના ઘરોમાં શોભા બને છે.
- કેટલાક સરકારી અધિકારીઓ આ મૂર્તિઓની ચોરી કરતા અને વેચતા ઝડપાયા છે.
- 1986 અને 2005ની વચ્ચે મંદિરોની 47,000 એકર જમીન હડપ કરાઇ છે.
- હાલમાં તમિલનાડુના મંદિરો પાસે 470,000 એકર જમીન, અને 22,600 ઇમારતો છે. IIM બેંગ્લોરના અભ્યાસ મુજબ તેનાથી અબજો રૂપીયાની આવક થવી જોઈએ. પરંતુ HR & CEના નબળા વહીવટને કારણે આવક માત્ર 1.26 અબજ રૂપિયા જેટલી થાય છે.
- ચેન્નાઇમાં કપાલેશ્વર મંદિર પાસે 305 મેદાન છે. જેનું દરેકનું ભાડું બજાર મુલ્ય મુજબ લગભગ 200,000 રૂપિયા હોવું જોઈએ. પણ અપ્રમાણિક અધિકારીઓએ આ મેદાન માત્ર 3,000 રૂપિયામાં લીઝ પર આપ્યાં છે.
- આઝાદી પછીથી HR & CEએ કોઈ નવા મંદિરો બનાવ્યા નથી કે તેમાં ફરીથી રોકાણ કર્યું નથી. પણ તેમણે આ મંદિરોની બધી આવક છીનવી લીધી છે.
તમિળ સંસ્કૃતિમાં મંદિરો આરાધનાનાં સ્થાનો તરીકે મંદિરોમાં સમુદાયના લોકો ભેગા થઇ પ્રાર્થના કરે છે, ઉત્સવો ઉજવે છે, લગ્નને ગૌરવપૂર્ણ બનાવે છે. પરંતુ મંદિરોના સંચાલન માટેના સરકારી વિભાગની તીવ્ર ઉપેક્ષા, અસ્પષ્ટતા અને ભ્રષ્ટાચારને લીધે, તમિળ સંસ્કૃતિનો આત્મા ધીરે ધીરે નષ્ટ થઈ રહ્યો છે. જો આ વ્યવસ્થિત ઉપેક્ષા ચાલુ રહેશે તો ભવિષ્યમાં મંદિરો ભૂંસી નાખવામાં આવશે. તમિળ મંદિરો તામિલ સંસ્કૃતિનો જીવ છે અને સદગુરૂની સરળ વિનંતી છે કે તમિળ મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરો અને તેનો વહિવટ ભક્તોને અને સમુદાયને પાછો આપો.
તમે પણ સોશિયલ મીડિયા પર આ મુદ્દે જાગૃતિ લાવીને, +91 83000 83000 પર મિસ્ડ કૉલ કરીને અને
આ અંગે જાહેર નિવેદનો આપીને આ પહેલને સમર્થન આપી શકો છો.