તા. 29 માર્ચથી આવેલા નવા નિયમો અંતર્ગત જુદા જુદા ઘરના 6 લોકો બહાર ખુલ્લામાં મળી શકે છે. પરંતુ ઘરની અંદર ફક્ત એક જ ઘરના લોકો મળી શકે છે. બીજી તરફ ક્રિકેટ પીચ, ટેનિસ અને બાસ્કેટબૉલ કોર્ટ, આઉટડોર સ્વિમિંગ પુલ, ગોલ્ફ કોર્સ અને સેઇલિંગ ક્લબ જેવી આઉટડોર સ્પોર્ટ્સ અને લેઝરની સુવિધાઓ ખુલ્લી રહેશે. પુખ્ત વયના લોકો અને બાળકો ટીમ ગેમ્સ રમી શકે છે. લોકોને શક્ય હોય ત્યાં મુસાફરી ઓછી કરવાનું અને ઘરેથી કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ તેમ જણાવાયું છે.
પબ્સ, રેસ્ટૉરન્ટ્સ અને હોટલો સંપૂર્ણ રીતે ફરીથી ખોલવામાં આવે અને ગ્રાહકોને અંદર પ્રવેશ અપાય તે માટે બ્રિટને ઓછામાં ઓછા બીજા સાત અઠવાડિયા રાહ જોવી પડશે. બીજી તરફ તા. 17 મે સુધી વિદેશી હોલીડેઝ પર પ્રતિબંધ છે.
વર્તમાન રોડમેપ હેઠળ, આગામી તા. 12 એપ્રિલથી બિન-જરૂરી દુકાનો, હેરડ્રેસર અને જિમને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવશે અને પબ અને રેસ્ટૉરન્ટ્સ બહાર ખુલ્લામાં પીરસી શકશે.