મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં જંગી ઉછાળો આવ્યો છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે શુક્રવારે ચીમકી આપી હતી કે, જો લોકો કોરોનાની ગાઈડલાઈનનુ પાલન નહીં કરે તો રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવા માટે સરકારને મજબૂર થવુ પડશે. મહારાષ્ટ્રમાં 26 માર્ચે કોરોનાના 35,952 નવા કેસ નોંધાયા હતા.
દેશમાં કોરોનાનુ આગમન થયુ ત્યારથી કોરોના સંક્રમણના મામલે મહારાષ્ટ્ર મોખરે રહ્યુ છે.આ સ્થિતિમાં એક વર્ષ પછી પણ કોઈ મોટો ફેરફાર થયો નથી. હાલમાં ભારતમાં નોંધાતા કોરોના કુલ કેસમાંથી 50 ટકાથી વધુ કે મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે. આ સંજોગોમાં હવે રાજ્ય સરકારને ના છુટકે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવા માટે ધમકી આપવી પડી છે.મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સ્થિતિને મુદ્દે રાજ્યના તમામ જિલ્લા કલેકટર સાથે મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ એક બેઠક કરી હતી.