બ્રાઝિલમાં કોરોનાથી મોતનો આંકનો બુધવારે 300,000ને વટાવી ગયો હતો. લેટિન અમેરિકાના આ સૌથી મોટા દેશમાં અમેરિકા પછી દુનિયામાં બીજા ક્રમે સૌથી વધુ મોત નોંધાયા છે. હાલમાં વિશ્વમાં કોરોનાથી દર ચારમાંથી એક વ્યક્તિનું મોત બ્રાઝિલમાં થાય છે.
પ્રેસિડન્ટ જૈર બોલસોનારાના આરોગ્ય પ્રધાનને હોદ્દા પરના તેમના પ્રથમ દિવસે દરરોજ એક મિલિયન ડોઝ વેક્સીનેશનનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો. બ્રાઝિલમાં કોરોના મહામારી તેના રૌફ સ્વરૂપમાં છે. બ્રાઝિલમાં બુધવારે કોરોનાથી 3,251 લોકોના મોત થયા હતા. કોરોનાથી મહામારીના રૌફ સ્વરૂપથી પ્રેસિડન્ટ પરના દબાણમાં વધારો થઈ રહ્યો છે. બ્રાઝીલ સિવાય અમેરિકામાં મહામારીના કારણે સૌથી વધુ મૃત્યુ થયા છે. અહીં 5.58 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે.