ભારતમાં કોરોના વાઇરસના નવા 46,951 કેસ સાથે બે દિવસમાં 90,797 નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાથી નવા 212 વ્યક્તિના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,59,967 થયો હતો. દેશનો આ દૈનિક મૃત્યુઆંક છેલ્લાં 72 દિવસમાં સૌથી ઊંચો છે. દેશમાં નોંધાયેલા કોરોનાન નવા કેસમાંથી 50 ટકા કરતાં વધુ કેસ એકલા મહારાષ્ટ્રમાં નોંધાયા હતા. એક્ટિવ કેસની સંખ્યા સતત 12માં દિવસે વધીને 3,34,646 થઈ હતી, એમ આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે આઠ વાગ્યે જારી કરેલા ડેટામાં જણાવાયું હતું.
મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના નવા 30,535 કેસ નોંધાયા હતા. તેનાથી સ્થાનિક વહીવટીતંત્રે કેટલાંક ક્વોરેન્ટાઇલ સેન્ટર ફરી ખોલવાની ફરજ પડી છે. છેલ્લાં કેટલાંક દિવસમાં પંજાબ, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં પણ કેસની સંખ્યામાં ઉછાળો આવ્યો છે.
આરોગ્ય મંત્રાલયના સોમવાર સવારના ડેટા અનુસાર દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 1,16,46,081 (11.65 મિલિયન) થઈ હતી, જે અમેરિકા અને બ્રાઝિલ પછી વિશ્વમાં સૌથી વધુ છે. દેશમાં મૃત્યુઆંકમાં વધારો જાન્યુઆરીના પ્રારંભ પછી સૌથી ઊંચો રહ્યો હતો.
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 3,34,646 થઈ હતી, જે કુલ કેસના 2.87 ટકા હતી. રિકવરી રેટ ઘટી 95.75 થયો હતો. દેશમાં કોરોના કેસમાં દૈનિક વધારો 130 દિવસમાં સૌથી વધુ રહ્યો હતો. અગાઉ 12 નવેમ્બરે દેશમાં 47,905 નવા કેસ નોંધાયા હતા. કોરોનાથી અત્યાર સુધી દેશમાં 1,11,51,468 લોકો રિકવર થયા છે. કોરોનાનો મૃત્યુદર ઘટીને 1.37 ટકા થયો હતો. આઇએમઆરના જણાવ્યા અનુસાર 21 માર્ચે 8,80,655 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એક દિવસમાં કુલ 212 મોતમાંથી મહારાષ્ટ્રમાં 99, પંજાબમાં 44, કેરળમાં 13 અને છત્તીસગઢમાં 10 મોત નોંધાયા હતા.
દેશમાં 22 માર્ચે જનતા કરફ્યૂની પ્રથમ વર્ષગાંઠ હતી. હાલમાં મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત સહિતના રાજ્યોમાં અમુક વિસ્તારોમાં નાઇટ કરફ્યૂ જેવા આકરા નિયંત્રણો લાદવામાં આવેલાં છે. દેશના સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોની કેટલીક હોસ્પિટમાં ફરી બેડની અછત ઊભી થઈ રહી છે.
દેશમાં હાલમાં ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. આગામી સમયગાળામાં હોળી-ધુળેટી જેવા તહેવારો આવી રહ્યા છે. આ મહિને ચાલુ થયેલા કુંભમેળામાં આશરે 150 મિલિયન લોકો ભાગ લે તેવી શક્યતા છે. દેશમાં મહાકુંભ 12 વર્ષે એક વખત યોજવામાં આવે છે અને હિન્દુ શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ગંગામાં ડુબકી મારવા માટે આવે છે. તેથી કોરોના કેસોમાં જંગી વધારો થવાની શક્યતા છે. દેશમાં જાન્યુઆરીના મધ્યમાં રસીકરણ અભિયાન બાદ આશરે 44 મિલિયન ડોઝ વેક્સીન આપવામાં આવી છે અને ઓગસ્ટ સુધીમાં 300 મિલિયન ડોઝ આપવાની યોજના છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના નવા 30,535 કેસ નોંધાયા હતા. તેનાથી સ્થાનિક વહીવટીતંત્રે કેટલાંક ક્વોરેન્ટાઇલ સેન્ટર ફરી ખોલવાની ફરજ પડી છે. છેલ્લાં કેટલાંક દિવસમાં પંજાબ, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં પણ કેસની સંખ્યામાં ઉછાળો આવ્યો છે.