કોરોના વાઇરસના કેસોમાં ઉછાળાને પગલે પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દર સિંઘે 31 માર્ચ સુધી શિક્ષણ સંસ્થાઓ બંધ રાખવાનો શુક્રવારે આદેશ આપ્યો હતો. મુખ્યપ્રધાને સિનેમા અને મોલ માટે નવા નિયંત્રઓની જાહેરાત કરી હતી.
રાજ્યમાં મેડિકલ અને નર્સિંગ કોલેજ સિવાયની તમામ શિક્ષણ સંસ્થાઓ 31 માર્ચ સુધી બંધ રહેશે. સિનેમા હોલ 50 ટકા ક્ષમતા કામ કરશે. મોલમાં એકસાથે 100થી વધુ લોકોને પ્રવેશ નહીં મળે.
મુખ્યપ્રધાને કોરોનાની ટ્રાન્સમિશન ચેઇનને તોડવા માટે આગામી બે સપ્તાહ માટે સામાજિક પ્રસંગો કે મેળાવળામાં ઘટાડો કરવાનો લોકોને અનુરોધ કર્યો હતો. ઘરમાં 10થી વધુ મુલાકાતીઓને આવવા દેશો નહીં.
પંજાબના કોરોનાગ્રસ્ત 11 જિલ્લામાં તમામ સામાજિક સમારંભો અને બીજા કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. અંતિમક્રિયા, લગ્ન જેવા પ્રસંગોએ 20થી વધુ લોકોને મંજૂરી મળશે નહીં. આ નિયમોનો અમલ રવિવારથી થશે. આ જિલ્લામાં રાત્રે નવ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી નાઇટ કરફ્યૂ રહેશે. મુખ્યપ્રધાન સિનેમા, મલ્ટિપ્લેક્સિસ, રેસ્ટોરાં, મોલ વગેરે રવિવારે બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.