ભારતમાં મિલિયોનેર પરિવારની સંખ્યા 4.12 લાખ છે. મુંબઈમાં સૌથી વધુ મિલિયોનેર અને દિલ્હી બીજા ક્રમે આવે છે. ટોચના 10 રાજ્યોમાં આશરે 70 ટકા મિલિયોનેર પરિવારો છે. મહારાષ્ટ્રમાં મિલિયનોર પરિવારની સંખ્યા સૌથી વધુ 56,000 છે. 29,000 મિલિયોનેર પરિવારો સાથે ગુજરાત પાંચમાં સ્થાન છે. એમ મંગળવારે જારી થયેલા હુરુન ઇન્ડિયાના 2020ના વેલ્થ રિપોર્ટમાં જણાવાયું હતું. આ અહેવાલમાં એક મિલિયન ડોલરથી વધુની વાર્ષિક આવતા ધરાવતા પરિવારોને ડોલર- મિલિયનોર ગણવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર પછી સૌથી વધુ મિલિયોનેર પરિવારો ઉત્તરપ્રદેશમાં છે. ઉત્તરપ્રદેશમાં આવા પરિવારોની સંખ્યા 56,000 છે. આ ઉપરાંત તમિલનાડુમાં 35,000, કર્ણાટકમાં 33,000 અને ગુજરાતમાં 29,000 મિલિયોનેર પરિવારો છે. મિલિયોર પરિવારનું રોકાણના પસંદગીના માધ્યમો રિયલ એસ્ટેટ અને શેરબજાર છે.
વેલ્થ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર મુંબઈમાં મિલિયોનેર પરિવારની સંખ્યા 16,9233 છે. મુંબઈ દેશની જીડીપીમાં 6.16 ટકા યોગદાન આપે છે. દેશની જીડીપીમાં 4.94 ટકા યોગદાન આપતા નવી દિલ્હીમાં આવા પરિવારની સંખ્યા 16,000 છે અને કોલકતામાં 10,000 છે. વિદેશપ્રવાસ માટે મિલિયોનેર પરિવાર સ્વિટ્ઝર્લેન્ડ, અમેરિકા અને બ્રિટન સૌથી વધુ પસંદ છે. રોકાણ માટે સિંગાપોર અને યુએઈ પછી અમેરિકા પર પસંદગી ઉતારે છે. વિદેશમાં અભ્યાસ માટે પણ અમેરિકા તમામનો પસંદગીનો દેશ છે.