રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે ડો.પ્રદીપ ડવની અને ડેપ્યુટી મેયર તરીકે ડો.દર્શિતા શાહની નિયુક્તિ શુક્રવારે નિયુક્તિ કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલની વરણી કરાઇ હતી. શાસક પક્ષના નેતા તરીકે સુરેન્દ્રસિંહ વાળાની નિયુક્તિ કરવામાં આવી હતી.

ડો પ્રદીપ ડવ રાજકોટના 21માં મેયર બન્યા છે. તેઓ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની નજીકના વ્યક્તિ ગણાય છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપે 72માંથી 68 બેઠક પર વિજય હાંસલ કર્યો હતો. કોંગ્રેસને માત્ર 4 બેઠક મળી હતી.