(Photo by Harpo Productions/Joe Pugliese via Getty Images)

  • હેરીએ પોતાનો ખર્ચો કાઢવા નેટફ્લિક્સ અને સ્પોટીફાઇ સાથે મલ્ટી-મિલિયન ડોલરના સોદા પર હસ્તાક્ષર કર્યાનું જણાવ્યું. પેલેસે મેગનને બીલ ચૂકવવા માટે ફરીથી અભિનય કરવા જણાવ્યું હતું.
  • દંપત્તીએ અન્ય રોયલ્સ સાથેનો સંપર્ક થોડો હોવાનો ઈશારો કર્યો હતો.
  • તેઓ મે 2018માં લગ્ન કર્યાના છ મહિના પછી ‘મેગક્ઝિટ’ની યોજના બનાવી રહ્યા હતા.
  • મેગને કેન્સિંગ્ટન પેલેસના જીવનની તુલના આજના કોવિડ લોકડાઉન સાથે કરી.
  • શો શરૂ થયો ત્યારે ઓપ્રાહ દ્વારા ડચેસનું મિત્ર તરીકે અભિવાદન કરવામાં આવ્યું.
  • તેઓ એકબીજાને જાણતા હોવાથી અગાઉથી કોઈ પણ પ્રશ્નો વહેંચવામાં આવ્યા ન હતા.
  • મહારાણીને નમન અંગે મેગને કહ્યું હતું કે ‘’હું ખાસ કરીને અમેરિકન્સ તરીકે વિચારું છું – તમે રોયલ્સ વિશે જે જાણો છો તે જ તમે પરીકથાઓમાં વાંચ્યું છે.’’
  • આંસુ સારતા ડચેસે કહ્યું હતું કે ‘’તેની માતાના મૃત્યુના પરિણામો અને નુકસાનને કારણે તે હેરીને ચિંતામાં મૂકવા માંગતી ન હોવાથી આત્મહત્યાના વિચારો અંગે શરૂમાં તે હેરીને કશું કહેવા માંગતી ન હતી.
  • મેગને શાહી પરિવારના વરિષ્ઠ સભ્ય પાસે માનસિક સ્વાસ્થ્યના મુદ્દા માટે મદદ આપવા વિનંતી કરી હતી, પરંતુ તેણીને ભોગ બનવા એકલી મૂકી દેવાઇ હતી.
  • મેગન અને હેરીએ ઇન્ટરવ્યુ દરમિયાન આર્ચી બીચ પર રમતો હોય તેવી નિખાલસ ફૂટેજ શેર કરી હતી.
  • ઓપ્રાહ મેગનને તેના કુટુંબ વિશે કંઈપણ પૂછવામાં નિષ્ફળ ગઈ હતી. તેના પિતા થોમસ સાથેના તેના વિવાદસ્પદ સંબંધો વિશે પણ નહિં. જો કે તેઓ હજી પણ બોલતા નથી.
  • લાંબા સમયથી રાહ જોવાતી મુલાકાતમાં ઓપ્રાહ સખત પ્રશ્નો પૂછવાનાં તેના વચનને વળગી રહ્યાં હતાં.
  • બે કલાકના કાર્યક્રમના અંતે ઓપ્રાહે નોંધ્યું હતું કે બધી બાબતો રજૂ કરવી અશક્ય છે. વધુ માહિતી સોમવારે સવારે સીબીએસ પર પ્રસારિત કરશે. શક્ય છે કે મેગનના પરિવારની ચર્ચાઓ પ્રસારિત થઇ શકે છે.
  • હેરીએ કહ્યું કે બ્રિટનમાં મીડિયાને કારણે અને તેમના પરિવાર તરફથી ‘સમર્થન અને અંડરસ્ટેન્ડીંગ ન હોવાને કારણે’ દંપતી બહાર નીકળ્યું હતું.
  • મેગને તેમની યાત્રાને ‘તમે ક્યારેય વાંચેલી કોઈપણ પરીકથા કરતા મોટી’ ગણાવી કહ્યું હતું કે હેરીએ તેનો જીવ બચાવ્યો હતો. તો સામે હેરીએ મેગને મને બચાવ્યો હતો એમ જણાવ્યું હતું.
  • ડચેસે આ ઇન્ટરવ્યુ ગોઠવ્યો હતો અને પહેલાથી જ ‘ધ ફર્મ’ તેના અને હેરી વિશે ‘જૂઠ્ઠાણા’ ચલાવતી હોવાનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે તેઓ વધુ ‘મૌન’ રહેવા માંગતા ન હતા.
  • 99 વર્ષીય પ્રિન્સ ફિલિપ હાર્ટ સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ છે ત્યારે પ્રસારીત મુલાકાતને ‘સ્વાર્થી’ અને ‘અનાદર’ તરીકે ઓળખવામાં આવે છે.
  • હાલ તેઓ કેલિફોર્નિયાના મોન્ટેસિટોમાં રહે છે.
  • તેમની દિકરી લેડીના બિરૂદ માટે હકદાર છે, પરંતુ તેઓ પુત્રીને ‘મિસ’ કહેવા અને અટક તરીકે ‘માઉન્ટબેટન-વિન્ડસર’ને પસંદ કરશે.
  • તે યુ.એસ.માં જન્મ લેશે તો તેણી આપોઆપ યુ.એસ.ના નાગરિકત્વનો હકદાર રહેશે.
  • ગયા વર્ષે 39 વર્ષીય મેગનને હ્રદયસ્પર્શી કસુવાવડ થયા બાદ પુત્રીની ઘોષણા કરવામાં આવી છે.
  • 36 વર્ષીય હેરી ‘મેગક્ઝિટ’ પછી પહેલી વાર તેના પરિવારને મળવા સમરમાં યુકે પરત ફરે તેવી સંભાવના છે. જો કે મેગન પહેલેથી જ ‘અંગત અને વ્યવહારિક’ કારણોસર તેની સાથે જોડાવાની સંભાવના નથી.
  • યુકેમાં ટેબ્લોઇડ્સના ભયથી ખરેખર ઝેરી વાતાવરણ છે: હેરી