હજુ પણ કોરોનાવાયરસ સંકટથી પીડાતી કંપનીઓને બચાવવા માટે ચાન્સેલરે કરેલા હદ કરતા વધારે પ્રયત્નોની બિઝનેસ લીડર્સે પ્રશંસા કરી હતી. જોકે સુનકે ચેતવણી આપી હતી કે હજારો નાની કંપનીઓ પતનના આરે છે.
સીબીઆઈના ડાયરેક્ટર જનરલ, ટોની ડેન્કરે જણાવ્યું હતું કે, ‘’લાંબા ગાળે સ્પર્ધાત્મકતાના પ્રશ્નને ખુલ્લો રાખવા ઉપરાંત ચાન્સેલર સુનક દ્વારા રજૂ કરાયેલ બજેટ અર્થતંત્રને સુરક્ષિત કરવામાં અને રીકવરી શરૂ કરવામાં સફળ રહ્યું છે. ચાન્સેલરે યુકેના બિઝનેસીસ અને લોકોની આજીવિકાને બચાવવા માટે ઘણા ઉપર અને આગળ ગયા છે. પરંતુ કોર્પોરેશન ટેક્સને એક લીપમાં 25% લઇ જવાથી બિઝનેસીસ તકલીફ અનુભવશે અને યુકેમાં રોકાણ કરવાનું વિચારી રહેલા લોકોને પણ ચિંતાજનક સંકેત મોકલે છે.’’
ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિરેક્ટર્સના ડાયરેક્ટર જનરલ જોનાથન ગેલાર્ડે જણાવ્યું હતું કે ‘’અર્થવ્યવસ્થા ફરી ખુલી જતા બજેટમાં ઘણા બિઝનેસીસને ફરીથી લોંચ કરવા માટે એક નક્કર પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. ફર્લો યોજનામાં વધારો નોકરીઓને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ તક આપશે. ગ્રાન્ટ્સ અને બિઝનેસ રેટમાં રાહત આપવાથી ઘણી પેઢીઓને કેશ ફ્લો મળશે.’’
બ્રિટીશ ચેમ્બર્સ ઑફ કોમર્સના ડાયરેક્ટર જનરલ, ડૉ. એડમ માર્શલે કહ્યું હતું કે ‘’આવકારવા માટે ઘણું બધું છે, ચાન્સેલરે રીકવરી માટે સંઘર્ષ કરતા બિઝનેસીસને આ કર્કશ મેરેથોનની અંતિમ લાઈન સુધી પહોંચવામાં મદદ કરવા અને તાત્કાલિક સહાય માટે અમારા કૉલ્સને સાંભળ્યા છે અને તેનું પાલન કર્યું છે. ફર્લોમાં વધારો, બિઝનેસ રેટમાં રાહત અને VATમાં ઘટાડાથી કંપનીઓને ફરી શરૂ થવાની જ નહીં, પણ રીબિલ્ડ થવાની પણ તક મળે છે.‘’