6 માર્ચ 2021નો દિવસ ભારતીય ક્રિકેટ જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટમાં વર્ષો સુધી યાદગાર રહેશે. એ દિવસે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને લિટલ માસ્ટરના નામથી જાણીતા સુનીલ ગાવસ્કરના ટેસ્ટ ક્રિકેટ પ્રવેશના 50 વર્ષ પૂરા થયા હતા. ગાવસ્કરે નિવૃતિ લીધાને વર્ષો વિતિ ગયા છતાં આજે પણ તે લાખો ચાહકોના દિલોમાં છવાયેલો છે.
ગાવસ્કરે પોતાની પ્રથમ સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 4 ટેસ્ટમાં 774 રન કર્યા હતા. ડેબ્યુ સિરીઝમાં 774 રન કરવાનો ગાવસ્કરનો રેકોર્ડ આજે પણ તૂટ્યો નથી. ગાવસ્કરને ભારતીય ક્રિકેટ બોર્ડના મંત્રી જય શાહે ખાસ મોમેન્ટો આપી મેચના છેલ્લા દિવસે તેમનું બહુમાન કર્યું હતું. ગાવસ્કરના કેરિયરની શરૂઆત 1971માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં થઈ હતી.