સલમાન ખાનની ટાઇગરની સિક્વલની અત્યારે ઘણી ચર્ચા થઇ રહી છે. સલમાન ખાન અને કેટરિના કૈફ ટાઇગર-૩માં ફરી સાથે કામ કરશે. તેઓ માર્ચ મહિનાથી શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં એક વિલનની ભૂમિકા પણ ઉમેરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી વિલનની ભૂમિકા ભજવશે.
જોકે સલમાન અને કેટરિનાની ફિલ્મમાં ઇમરાન હાશ્મી અંગે જાહેરાત થઇ નથી. યશરાજ ફિલ્મસને વિલન તરીકે ઇમરાન હાશ્મી યોગ્ય લાગે છે. તેમના જણાવ્યા અનુસાર, ઇમરાન આ ફિલ્મના રોલ માટે એકદમ પરફેક્ટ છે. ફિલ્મનું પ્રથમ શેડયુલ યશરાજ ફિલ્મ્સના સ્ટુડિયોમાં જ થવાનું છે. જ્યાં હાશ્મી, સલમાન અને કેટરિના સાથે સીન શૂટ કરશે. સલમાન-કેટરિનાની ટાઇગર ફિલ્મની ત્રીજી ફ્રેન્ચાઇઝી બની રહી છે. એક થા ટાઇગર, ટાઇગર જીન્દા હૈ અને હવે ટાઇગર ૩ બનવાની તૈયારીમાં છે