ભારતની અગ્રણી આઇટી કંપની વિપ્રોને અમેરિકાની કોસ્મેટિક્સ કંપની એસ્ટી લોડર પાસેથી આશરે 500 મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું માનવામાં આવે છે. કંપનીના નવા સીઇઓ થીયરી ડેલાપોર્ટના વડપણ હેઠળની આ એક મહત્ત્વની ડીલ છે. વિપ્રો એપ્લિકેશન, ડેવલપમેન્ટ એન્ડ મેન્ટેનન્સ તથા ઇન્ફ્રા મેનેજમેન્ટ સર્વિસિસ પૂરી પાડશે.
એસ્ટી લોડર ક્વોલિટી સ્કીન કેર, મેક-અપ, ફ્રેગરન્સ અને હેર કેર પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. કંપનીની પ્રોડક્ટ્સ આશરે 150 દેશોમા એસ્ટી લોડર, ક્લિનિક, ઓરિજિન્સ, મેક, બોબી બ્રાઉન, લા મેર, એવેડા, જો મલોન લંડન સહિતની બ્રાન્ડનેમ હેઠળ વેચાય છે. આ ડીલ અંગે વિપ્રો કે એસ્ટી લોડરે ટીપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. વિપ્રો ગયા વર્ષના જૂનમાં સીઇઓ તરીકે ડેલાપોર્ટના આગમન બાદ તેના ડીલ પોર્ટફોલિયોમાં ફેરફાર કર્યો છે.