યોગગુરુ બાબા રામદેવે શુક્રવારે કોવિડ-19 માટેની દવા કોરોનિલના રિસર્ચ પેપર જારી કર્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્યપ્રધાન હર્ષ વર્ધન અને માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા. બાબા રામદેવે દાવો કર્યો કે પતંજલિ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટની આ દવાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની સર્ટિફિકેટ સ્કીમ મુજબ ભારતના આયુષ મંત્રાલય પાસેથી સર્ટિફિકેશન મળ્યું હતું.
બાબાએ દાવો કર્યો હતો કે કે કોરોના સામેની પ્રથમ પુરાવા આધારિત દવા છે. તેમણે આ પ્રસંગે રિસર્ચ પેપરની બુક પણ લોન્ચ કરી હતી. રામદેવે કહ્યું, કોરોનિલના સંદર્ભમાં નવ રિસર્ચ પેપર દુનિયાના સૌથી પ્રભાવશાળી રિસર્ચ જર્નલ્સમાં પ્રકાશિત થઈ ગયું છે. 16 રિસર્ચ પેપરની તૈયારી ચાલુ છે.
પતંજલીએ અગાઉ ગયા વર્ષના જૂનમાં આયુર્વેદ આધારિત કોરોનિલ લોન્ચ કરી હતી. જોકે વૈજ્ઞાનિક પુરાવાના અભાવને કારણે તેની આકરી ટીકા થઈ હતી. આયુષ મંત્રાલયે તેને માત્ર ઇમ્યુનો બૂસ્ટર ગણાવી હતી.