અમેરિકામાં શિયાળો વધુ કાતિલ બન્યો છે અને ગુરુવારે ભારે બરફવર્ષાને કારણે મોટાભાગનો વિસ્તાર બરફની ચાદરમાં ઢંકાઈ ગયો હતો. હજુ વિવિધ રાજ્યોમાં વેધર સિસ્ટમ સક્રિય છે, જેનાથી સિએટલ જેવા વિસ્તારમાં આઠ ઇંચ બરવર્ષાનું અનુમાન છે. બરફના પડ જામી જવાને કારણે રસ્તા લપસાણા બનતા ટેક્સાસમાં અનેક વાહનો એકબીજાના ઉપર ચડી ગયા હતા અને તેનાથી થયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા વ્યક્તિના મોત થયા હતા અને 65 લોકો ઘાયલ થયા હતા.
મેરિલેન્ડ સ્થિત નેશનલ વેધર સર્વિસની વેધર પ્રિડિક્શન સેન્ટરના મીટીયોરોલોજિસ્ટ માર્ક કેનાર્ડે જણાવ્યું હતું કે ટેક્સાસથી લઈને વેસ્ટ વર્જિનિયા સુધી ભારે બરફવર્ષા થઈ હતી. કેટલીક જગ્યાએ સવાથી અડધો ઇંચ જેટલો બરફ જામી ગયો હતો.
ટેક્સાસમાં ફોર્ટવર્થ એરિયામાં ભારે બરફવર્ષા થઈ હતી. અહીં બરફને કારણે રોડ લપસણા થયા હતા અને 133 વાહનો અથડાયા હતા. આ અકસ્માત ઇન્ટસ્ટેટ-35ના એક્સપ્રેસ લેનમાં થયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા હતા અને 65 લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણની હાલત ગંભીર હતી, એમ ફાયર એન્ડ રેસ્ક્યુ ઓફિસરે જણાવ્યું હતું.
ફોર્થવર્થના ફાયર ચીફ જિમ ડેવિસે જણાવ્યું હતું કે ઘણા લોકો વાહનોમાં ફસાયા હતા અને તેમને બહાર કાઢવા માટે હાઇડ્રોલિક રેસ્ક્યુ ઇક્વિપમેન્ટની જરૂર પડી હતી. આ અકસ્માતના વિડિયોમાં દેખાતું હતું કે સંખ્યાબંધ કાર અને ટ્રક અથડાઇ હતી. કેટલાંક વાહનોનો એકબીજાની ઉપર લડી ગયા હતા. આ અકસ્માત બાદ હાઇવેના અમુક ભાગને કલાકો સુધી બંધ કરવો પડ્યો હતો.
કેનાર્ડે જણાવ્યું હતું કે દક્ષિણના રાજ્યોમાં વરસાદ અને વેસ્ટ વર્જિનિયામાં બરફને કારણે ઊભી થયેલી સિસ્ટમથી ટેક્સાસમાં પણ બરફવર્ષા થઈ હતી. એક અલગ સ્ટોર્મ સિસ્ટમને કારણે શનિવારે મિડ-એટલાન્ટિક વિસ્તારમાં હવામાનનને અસર થશે. તેનાથી વર્જિનિયા અને મેરિલેન્ડમાં બરફ પડવાની શક્યતા છે. પેસિફિક નોર્થવેસ્ટમાં પણ એક વેધર સિસ્ટમ બની છે અને તે શનિવાર સુધી સક્રિય રહેવાની આગેવાની છે. તેનાથી સિએટલમાં આઠ ઇંચ અને પોર્ટલેન્ડમાં 12 ઇંચ બરફ પડી શકે છે. સામાન્ય રીતે સીએટલમાં સમગ્ર શિયાળામાં સરેરાશ છ ઇંચ બરફ પડતો હોય છે. કેનાર્ડે જણાવ્યું હતું કે આવી ઘટના દુર્લભ છે.