ઇંગ્લેન્ડના કેપ્ટન રુટે ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં બેવડી સદી કરતી વખતે કેપ્ટન તરીકે સળંગ ત્રણ વખત ૧૫૦ થી વધુ રન કરવામાં ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન ડોન બ્રેડમેનની બરોબરી કરી હતી. રુટે ભારત સામે ૨૧૮ રન કર્યા તે પહેલા શ્રીલંકા સામે ૨૨૮ અને ૧૮૬ રન કર્યા હતા. તે સતત ત્રણ ટેસ્ટમાં ૧૫૦ પ્લસ રન કરનારો સાતમો બેટ્સમેન બન્યો છે. આ ક્લબમાં ટોમ લાથમ, કુમાર સંગકારા, મુદસ્સર નઝર, ઝહીર અબ્બાસ, ડોન બ્રેડમેન અને વોલી હેમંડનો સમાવેશ થાય છે. આમાંથી સંગાકારાએ સળંગ ચાર ટેસ્ટમાં સદી ફટકારી હતી.