ઉત્તરાખંડમાં રવિવારે ગ્લેશિયર તૂટવાથી સર્જાયેલા જળપ્રલયમાં મૃત્યુઆંક વધીને 28 થયો હતો. મંગળવારે વધુ બે મૃતદેહ મળી આવ્યા હતા. રાજ્યના ચમોલી જિલ્લામાં તપોવન પાવર પ્રોજેક્ટ્સની ટનલમાં ફલાયેલા આશરે 30 કામદારોને બચાવી લેવાની કામગીરી સતત ત્રીજા દિવસે મંગળવારે પણ ચાલુ રહી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
ગ્લેશિયલ તૂટવા ઉત્તરાખંડની નદીઓમાં ભારે જળપ્રવાહ ચાલુ થયો હતો અને તેનાથી આશરે 170 લોકો લાપત્તા બન્યાં છે. રૈની ગામના કાટમાળમાંથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમે વધુ બે મૃતદેહ શોધી કાઢ્યા હતા. તપોવન પ્રોજેક્ટ્સની 12 ફૂટ ઊંચી અને 2.5 કિમી લાંબી ટનમાં કામદારો હજુ ફસાયેલા છે.
આઇટીબીપીના પ્રવક્તા વિવેક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે આ ટનલમાંથી કાદવ અને કાટમાળ કાઢવામાં આવી રહ્યો છે. સમગ્ર રાત્રી દરમિયાન આ કામગીરી ચાલુ રહી છે.
ઉત્તરાખંડના ચમોલીમાં આવેલી આફત બાદ ગુમ થયેલા લોકોને શોધવા માટે ત્રીજા દિવસે પણ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. રવિવારે ઋષિગંગા વેલીમાં અચાનક આવેલી કુદરતી આફતથી પ્રભાવિત થયેલા વિસ્તારમાં રાહત અને બચાવ અભિયાન ઝડપથી ચલાવવામાં આવી રહી છે ચમોલીમાં રાત્રે તપોવન પાસે ટનલમાંથી કાદવ અને કાટમાળ હટાવવા માટે મશીન લગાવવામાં આવ્યા હતા. રાત્રે ટનલમાંથી 100 મીટર કરતા આગળનો રસ્તો સાફ નહોતો થઈ શક્યો.
આ કુદરતી દુર્ઘટનામાં તપોવન સ્થિત ખાનગી કંપનીના ઋષિગંગા પાવર પ્રોજેક્ટ અને NTPC પ્રોજેક્ટ સાઇટને સૌથી વધુ નુકસાન થયું હતું. 3 દિવસના રેસ્ક્યુ ઓપરેશનમાં પ્રથમ વખત ઋષિગંગા પ્રોજેકટ સાઇટ પરથી 2 મૂતદેહ મળી આવ્યા હતા. સોમવારે તપોવનથી 26 મૃતદેહો અને 5 માનવ અંગો નીકાળ્યા હતા. અહીં 171 લોકો ગુમ થયાની જાણકારી મળી છે, તેમાં ટનલમાં ફસાયેલા કામદારો પણ સામેલ છે.