ભારતની આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ વિશ્વની ત્રીજી સૌથી વધુ વેલ્યુએશન ધરાવતી આઇટી સર્વિસ બ્રાન્ડ બની છે, એમ ગુરુવારે બ્રાન્ડ ફાઇનાન્સના નવા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.
આ વર્ષની ગ્લોબલ બ્રાન્ડ રેન્કિંગમાં પ્રથમ નંબરે એક્સેન્ચર, બીજા નંબરે આઈબીએમ, ત્રીજા નંબરે TCS, ચોથા નંબરે ઇન્ફોસિસ અને પાંચમા નંબરે કોગ્નિઝન્ટ છે. ટોપ 10 ગ્લોબલ રેન્કિંગમાં 4 ભારતીય આઇટી સર્વિસ કંપનીઓ છે. જેમાં TCS, ઇન્ફોસિસ, HCL અને વિપ્રોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટીસીએસ ઝડપથી બીજા નંબરની બ્રાન્ડ IBMની નજીક પહોંચતી જોવા મળી રહી છે.
તાજેતરના રેન્કિંગમાં ઇન્ફોસિસે કોગ્નિઝન્ટને પાછળ છોડી દીધી છે. ટોપ 10 બ્રાન્ડ્સમાં ઇન્ફોસિસની બ્રાન્ડ વેલ્યુમાં સૌથી ઝડપથી વધારો થયો છે. બીજી તરફ HCL સાતમા ક્રમે છે, જ્યારે વિપ્રો નવમાં સ્થાને છે. ટેક મહિન્દ્રા 15માં સ્થાને છે અને તેની બ્રાન્ડ વેલ્યુ 2.3 બિલિયન ડોલર છે.