અર્જુન તેની નવી ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. કંગના રનૌતે તાજેતરમાં પોતાની નવી ફિલ્મ ધાકડની રિલીઝ ડેટ જાહેર કરી હતી. અર્જુને આ ફિલ્મનું પ્રથમ લૂક ઇન્સ્ટાગ્રામ પર પોતાના એકાઉન્ટમાં શેર કર્યું છે. જેમાં તે એક કડક સ્વભાવ ધરાવતા પોલીસનો ઓફિસર ભજવશે. તેણે પોસ્ટર સાથે કેપ્શન લખ્યું છે કે, બૂમ એવીલ કા નયા માન હૈ -રૂદ્રવીર. આ ફિલ્મનો હિસ્સો બનવા માટે હું ઉત્સાહિત છું.
જે એક સમયે ખતરનાક તો બીજી તરફ કુલ કુલ છે. ફિલ્મ ધાકડનો આ મારો પ્રથમ લૂક છે. આ ફિલ્મ ઓકટોબરમાં પ્રદર્શિત થવાની સંભાવના છે. કંગનાની આ ફિલ્મ પ્રથમ મહિલા લીડ એકશન ફિલ્મ હશે. તે અત્યારે તેના શૂટિંગમાં વ્યસ્ત છે, જ્યારે અર્જુન રામપાલ ટૂંક સમયમાં જ તેની સાથે જોડાશે.