દિયા મિર્ઝાએ હવે તેલુગુ ફિલ્મો તરફ પગરણ માંડ્યા છે. તે નાગાર્જુન સાથે ‘વાઇલ્ડ ડોગ’ ફિલ્મમાં દેખાશે. આ અંગે તેણે કહ્યું હતું કે, ‘૧૬ વર્ષની ઉંમરથી મને તેલુગુ ફિલ્મોમા કામ કરવાની ઓફર મળતી હતી. ત્યારે હું તેમને ના પાડતી હતી. હું અગાઉથી જ નાગાર્જુન સર સાથે કામ કરવાનું ઇચ્છતી હતી અને હવે ખરેખર હું ઉત્સાહિત છું કે આ ફિલ્મમાં મારે તેમની સાથે કામ કરવાનું છે.’
દિયાએ જણાવ્યું હતું કે, ‘હું સ્કૂલમાં તેલુગુ શીખી હતી. આથી હું તેલુગુ ભાષા વાંચી શકું છું, લખી શકું છું અને બોલી પણ શકું છું. હું આ ફિલ્મનું શુટિંગ શરૂ કરીશ એટલે બધુ જ નજર સમક્ષ આવશે. હું માનું છું કે કલાકાર તરીકે આપણે કોઇપણ ભાષાની ફિલ્મમાં કામ કરવા તૈયાર રહેવું જોઇએ કેમ કે આપણે વધુમાં વધુ સ્ટોરી સાથે સંકળાયેલા હોઇએ છીએ. મને આશા છે કે હું અનેક પ્રાદેશિક ફિલ્મો કરીશ. કારણ કે, હું માનું છું કે ત્યાં ઘણાંબધા રસપ્રદ કામ થઇ રહ્યા છે.’
દિયાએ કહ્યું હતું કે, ‘જ્યારે હું નાની હતી ત્યારે હું તેમને કેટલીકવાર મળી હતી કારણકે તેમની બહેન અમારી ફેમિલી-ફ્રેન્ડ હતી. છેલ્લે હું તેમને શૂટિંગ શરૂ થાય એ પહેલા-૧૮ વર્ષ અગાઉ તેમના ઘરે મળી હતી. મને ત્યારે તેમની સાથે થયેલી વાત પણ બરાબર યાદ છે, ત્યારે તેમનાં પત્ની અમલા પણ હતા.