કોવિડ-19 દ્વારા ખૂબ જ ખરાબ અસર પામેલા શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય સમુદાયોના સંવેદનશીલ બાળકો અને પરિવારોને આ લૉકડાઉન અને રોગચાળામાં ટેકો આપવા માટે બાર્નાર્ડોની નિષ્ણાત હેલ્પલાઈન ‘બોલો’ ઉપલબ્ધ છે.
સંસ્થાના પ્રશિક્ષિત સલાહકારોએ બેરોજગારીને લીધે પૈસાની ચિંતાઓ, શાળાઓ બંધ રહેવાના કારણે, માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીની સમસ્યાઓ, માંદગી અને શોકની સ્થિતિમાં મદદ કરી હતી.
બોલો હેલ્પલાઈન ઉપચારની મદદ, લાઇવ વેબચેટ સુવિધા અને સમસ્યાઓનો સામનો કરવા માટે વિવિધ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના અને વિવિધ ભાષાઓ બોલતા પ્રશિક્ષિત નિષ્ણાત સલાહકારો અને ચિકિત્સકોની સલાહ અને ટેકો આપે છે.
બાર્નાર્ડોના ચીફ એક્ઝિક્યુટિવ જાવેદ ખાને કહ્યું હતું કે “યુકે હજી પણ આ કિલર વાયરસની પકડમાં છે, સંવેદનશીલ બાળકો અને સંકટનો ભોગ બનેલા સમુદાયોના પરિવારોને નિષ્ણાંતની મદદની સખત જરૂર છે. હેલ્પલાઈન પર મળતા કોલ્સ બતાવે છે કે બ્લેક, એશિયન અને લઘુમતી એથનિક સમુદાયોના પરિવારો માટે કેટલું મુશ્કેલ બની રહ્યું છે. મને ડર છે કે આ સમસ્યાઓ આવતા મહિનાઓમાં વધશે.’’
હેલ્પલાઈન નંબર 08001 512605 ને વેબસાઇટ http://www.helpline.barnardos.org.uk