કોરોનાવાયરસ રોગચાળો એપ્રિલ મહિનામાં પ્રથમ શિખર વખતે ટોચ પર હતો તેના કરતાં પણ વધુ, ડિસેમ્બર માસમાં અડધા મિલિયન લોકોએ ઇંગ્લેન્ડની હોસ્પિટલોના એક્સીડેન્ટ એન્ડ ઇમરજન્સી વિભાગની મુલાકાત લીધી હતી. જે બતાવે છે કે વર્ષના અંતમાં આવશ્યક સેવાઓ જાળવવામાં આવી રહી છે.
ઇલેક્ટીવ કેર માટેનો સમય પણ ઘટ્યો હતો. એપ્રિલની તુલનામાં નવેમ્બર માસમાં 125,151 વધુ રેફરલ્સ થયા હતા જ્યારે એપ્રિલ માસમાં એક મહિનામાં માત્ર 25,000 લોકોની સારવાર થઇ હતી. બિન-કોવિડ દર્દીઓની સાથે ઇંગ્લેન્ડની હોસ્પિટલોમાં લગભગ 250,000 કોવિડ પોઝિટિવ દર્દીઓની સંભાળ લેવામાં આવી હતી. આજે 13,000 કોવિડ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તાજેતરના ડેટા કોવિડનો ભય અને એનએચએસ સેવાઓ પરનું આત્યંતિક દબાણ બતાવે છે. જેનો અર્થ છે કે દરેકને રાષ્ટ્રીય માર્ગદર્શનનું પાલન કરવાની જરૂર છે.
એનએચએસના નેશનલ મેડિકલ ડાયરેક્ટર પ્રોફેસર સ્ટીફન પોવિસે કહ્યું: “2020 એ કોવિડનું વર્ષ હોવા છતાં ફક્ત નવેમ્બરમાં જ, લગભગ 20 મિલિયન લોકોને ઇંગ્લેન્ડની હોસ્પિટલોની એ એન્ડ ઇમાં ઇમરજન્સી કેર મળી હતી. એનએચએસ ચાર મિલિયન દર્દીઓએ મહત્વપૂર્ણ વૈકલ્પિક ઉપચાર અને આવશ્યક તપાસનો લાભ મેળવ્યો હતો. એનએચએસ 111 લોકોની સંભાળ લેવાની સલામત અને મહત્વપૂર્ણ રીત રહી છે. દબાણ હોવા છતાં, ફોન પર એનએચએસ સલાહની કામગીરીમાં ખરેખર સુધારો થયો છે.