લેસ્ટર સિટી કાઉન્સિલ ભાડામાં 1.5 ટકાનો અને સર્વિસ ચાર્જમાં 2 ટકાનો વધારો કરશે
નિમ્ન-આવક ધરાવતા પરિવારો કોવિડ-19ના કારણે આર્થિક તકલીફો અનુભવી રહ્યા છે ત્યારે લેસ્ટર શહેરમાં કાઉન્સિલ હાઉસીસમાં રહેતા લોકો પર વાર કરી લેસ્ટર સિટી કાઉન્સિલ ભાડામાં 1.5 ટકાનો અને સર્વિસ ચાર્જમાં 2 ટકાનો વધારો કરવા વિચારી રહી છે. જેથી ભાડૂતો પર દર સપ્તાહે સરેરાશ £1.11 જેટલો બોજ વધશે.
કાઉન્સિલ હાઉસિંગ બોસ કહે છે કે આ વધારા છતાં કાઉન્સિલનું ભાડુ ખાનગી હાઉસિંગ માર્કેટની સરખામણીએ આશરે 50 ટકા જેટલુ ઓછું રહેશે. લેસ્ટરમાં ત્રણ બેડરૂમના કાઉન્સિલના ઘરનું અઠવાડિક ભાડુ સરેરાશ £88 જેટલું છે, જ્યારે આવું જ મકાન ખાનગી મિલકત માટે સરેરાશ સાપ્તાહિક £169માં મળે છે. 60 ટકા કાઉન્સિલ ભાડૂતોને હાઉસિંગ બેનિફિટ અથવા યુનિવર્સલ ક્રેડીટ લેતા હોવાના કારણે આ વધારાની અસર થશે નહીં. પરંતુ કેટલાક કાઉન્સિલરો આ યોજનાઓનું સમર્થન કરવા અંગે નારાજ છે.