ભારત સરકારે સુપ્રીમ કોર્ટમાં સોમવારે રજૂ કરેલા વિદેશ મંત્રાલયના પત્ર મુજબ ભાગેડુ વિજય માલ્યાને બ્રિટનમાંથી ભારત લાવવામાં વિલંબ માટે કાનૂની જટિલતા જવાબદાર છે. આ કાનૂની મુદ્દા ગુપ્ત છે અને તેની વિગત જારી કરી શકાય નહીં, એવું બ્રિટનને ભારતને જણાવ્યું છે.
માલ્યાના પ્રત્યાર્પણમાં વિલંબ અંગે ભારત સરકારે કોર્ટને જણાવ્યું હતું કે બ્રિટન સરકારે વિદેશ મંત્રાલયને માહિતી આપી છે કે કેટલાંક વધુ કાનૂની મુદ્દા છે, જેનો ઉકેલ લાવવાની જરૂર છે. બ્રિટનના કાયદા મુજબ આ મુદ્દાનો ઉકેલ ન આવે ત્યાં સુધી પ્રત્યાર્પણ કરી શકાય નહીં.
કેન્દ્ર સરકારે આજે સુપ્રિમ કોર્ટને જણાવ્યું કે બેંકોને અબજો રૂપિયાનો ચુનો લગાવીને ફરાર થઇ ચુકેલા આરોપી વિજય માલ્યાને બ્રિટનથી ભારત લાવવા માટે પ્રયાસ ચાલું છે. પરંતું કેટલાક બિંદુઓ પર ચાલી રહેલી કાર્યવાહીનાં કારણે વિલંબ થઇ રહ્યો છે, માલ્યા પર બંધ થઇ ચુકેલી કિંગફિશર એરલાઇન્સ માટે બેંકો પાસેથી લીધેલી 9 હજાર કરોડથી વધુની લોનની ચુકવણી નહીં કરવાનો આરોપ છે.
ન્યાયમૂર્તિ ઉદય યૂ લલિત અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણની બેંચને સોલિસીટર જનરલ તુષાર મેહતાએ વિજય માલ્યાની સ્થિતી અંગે રિપોર્ટ દાખલ કરવા માટે થોડો સમય આપવાની વિનંતી કરી હતા, આ બેંચે તેની સુનાવણી 15 માર્ચ માટે મુલતવી રાખી છે.