ભારતના લિજન્ડરી શાસ્ત્રીય સંગીતકાર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનું મુંબઈમાં તેમના નિવાસસ્થાને રવિવારે અવસાન થયું હતું. તેમની ઉંમર 89 વર્ષની હતી. ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનને 2019માં બ્રેઇન સ્ટ્રોકનો આવ્યો હતો અને શરીરનો ડાબો ભાગ પેરેલાઇઝ્ડ થયો હતો.
ખાન સાહેબના નિધન પર લતા મંગેશકર તથા એ આર રહેમાને સહિતના અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભારત સરકારે તેમને 1991માં પદ્મશ્રી, 2006માં પદ્મ ભુષણ તથા 2018માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. 2003માં ભારતીય કલાકારો માટેની સર્વોચ્ચ એવોર્ડ સંગીત નાટક અકાદમી એવોર્ડ એનાયત થયો હતો.
ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનો જન્મ 3 માર્ચ, 1931ના રોજ ઉત્તર પ્રદેશના બદાયુમાં થયો હતો. તેમના શિષ્યોમાં સોનુ નિગમ ઉપરાંત હરિહરન, શાન, આશા ભોંસલે, ગીતા દત્તા, મન્ના ડે, એ આર રહેમાન, લતા મંગેશકર સહિતના દિગ્ગજોનો સમાવેશ થાય છે.