કેન્દ્ર સરકારના મહત્ત્વકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ્સ હેઠળ નવી દિલ્હીમાં સંસદની નવી ઇમારત માટેના નિર્માણકાર્યનો શુક્રવારે પ્રારંભ થયો હતો. આશરે એક મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટ્સનું ભૂમિભૂજન કર્યું હતું.
સંસદની નવી ઇમારતનો ત્રિકાણાકારની હશે. આ પ્રોજેક્ટ્સ 2022માં ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠે પૂરો થવાની ધારણા છે. સરકાર 2022માં સંસદનું શિયાળુ સત્ર આ ઇમારતમાં યોજવા માગે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સંસદભવનના નિર્માણકાર્યનો પ્રારંભ થયો છે. આ સપ્તાહના પ્રારંભમાં 14 સભ્યોની હેરિટેજ સમિતિએ નવી સંસદના બિલ્ડિંગને મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે આ પેનલ પાસેથી અગાઉ મંજૂરી લેવા સરકારને તાકીદ કરી હતી.