ઉત્તરાયણની તહેવાર દરમિયાન રાજ્યમાં પતંગ દોરીથી સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા અને મેડિકલ ઇમર્જન્સીના કેસોમાં વધારો થયો હતો. પતંગ-દોરીના કારણે ઘાયલ થયેલા આશરે 300 કરતા વધુ કેસ 108 એમ્બ્યુલન્સની ટીમને મળ્યા હતા. વડોદરામાં બાઇક પર જઇ રહેલા દાહોદના યુવાનનું પતંગની દોરીથી ગળું કપાઇ જતાં મોત થયું હતું. વડોદરા શહેરમાં ઉત્તરાયણના દિવસે દોરીથી ગળું કપાતા અને અગાસી પરથી પડી જતાં 3 લોકોનાં મોત થયાં હતાં અને 70થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેને પગલે 108 એમ્બ્યુલન્સની ટીમો સતત દોડતી રહી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા
ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં કુલ 77 મેડિકલ ઈમર્જન્સીના કોલ આવ્યા હતા.. જેમાંથી 22 લોકો ઘાબા પરથી પડ્યા હોવાના અને 28 લોકોને દોરી વાગવાના કારણે ઘાયલ થવાની ઘટના બની હતી. આ રીતે વડોદરામાં 20 અને રાજકોટમાં 16 તથા સુરતમાં કુલ 14 જેટલા મેડિકલ ઈમર્જન્સી માટે કોલ આવ્યા હતા, જેમાં દોરીના કારણે ઘાયલ થવાના અને અકસ્માતે પડી જવાના કિસ્સા નોંધાયા હતા.