ભારતમાં કોરોનાવાઇરસના યુકે વેરિયન્ટથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા વધીને 102 થઈ છે. 11 જાન્યુઆરી સુધી આ સંખ્યા 96 હતી, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું.
મંત્રાલયે જણાવ્યું હતું કે આ તમામ લોકોને સિંગલ રૂમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ લોકોના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઇલ કરવામાં આવ્યા છે. તેમની સહપ્રવાસીનું કોન્ટ્રક્ટ ટ્રેસિંગ કરવામાં આવે છે.
દરમિયાન આરોગ્ય મંત્રાલયના બુધવારના ડેટા અનુસાર દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 2.14 લાખ કેસ નોંધાયા હતા, જે 197 દિવસમાં સૌથી ઓછા દૈનિક કેસ છે. દેશમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા કુલ કેસના 2.04 ટકા છે.