REUTERS/Brian Snyder/File Photo

ટ્વીટરે અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સામે પ્રતિબંધ મૂક્યા બાદ ટ્રમ્પે કમ્યુનિકેશન માટે નવા પ્લેટફોર્મની શોધ ચાલુ કરી હતી. ટ્વીટરના આ નિર્ણયથી રવિવારે રાજકીય વિવાદ પણ ઊભો થયો હતો. ટ્રમ્પના સમર્થકો અને ખુદ વ્હાઇટે નવા પ્લેટફોર્મની શોધ ચાલુ કરી હતી.

ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે બીજા સોસિયલ નેટવર્કમાં જોડાવા માટે મંત્રણા કરી રહ્યાં છે. તેમણે પોતાના માટે નવું ઓનલાઇન પ્લેટફોર્મ ચાલુ કરવાની પણ શક્યતા વ્યક્ત કરી હતી. વ્હાઇટ હાઉસ ટ્વીટર અને બીજી ટેકનોલોજી કંપનીઓ સામે સોમવાર સુધીમાં પગલાંની વિચારણા કરી રહ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્વારા પોતાના સમર્થકોને ભડકાવ્યા અને તેમણે હિંસા માટે ઉશ્કેર્યા હતા. પહેલા તો ટ્વીટરે ટ્રમ્પના ટ્વીટને બ્લોક કરી દીધા હતા. આ પછી તેમના એકાઉન્ટને હંમેશા માટે સસ્પેન્ડ કરી દીધુ છે. ટ્રમ્પના ખાનગી એકાઉન્ટને 88.7 મિલિયન લોકો ફોલોઅર હતા.